સંદેશના પતંગ મહોત્સવમાં બારડોલીના ૧૫૦ દિવ્યાંગ વિદ્યાર્થીએ આનંદ માણ્યો.

SB KHERGAM
0

 

સંદેશના પતંગ મહોત્સવમાં બારડોલીના ૧૫૦ દિવ્યાંગ વિદ્યાર્થીએ આનંદ માણ્યો.

  • ગુજરાતના અગ્રિમ દૈનિક અખબાર સંદેશ સુરતનું સરહનીય કાર્ય.
  • પ્રતિવર્ષ દિવ્યાંગ બાળકો માટે ખાસ પતંગ ઉત્સવની સુરત ખાતે  ઉજવણી.

ગુજરાતના અગ્રિમ દૈનિક અખબાર સંદેશ સુરત દ્વારા પ્રતિવર્ષ દિવ્યાંગ બાળકો માટે ખાસ પતંગ ઉત્સવની ઉજવણી સુરત ખાતે કરવામાં આવે છે. વિશિષ્ટ બાળકો માટેના પતંગ ઉત્સવમાં બારડોલીના બાબેન-ખરવાસા રોડ ખાતે આવેલી યુનિવર્સલ વેલફેર ટ્રસ્ટ દ્વારા સંચાલિત મંદબુદ્ધિના૧૫૦ જેટલા દિવ્યાંગ અને અનાથ બાળકોએ હોશભેર ભાગ લઈ આનંદ માણ્યો હતો. આ બાળકોને પ્રોત્સાહન આપવા માટે શૈક્ષણિક સંસ્થા અને સેવાભાવિ લોકોએ મદદ કરી હતી. 

આ બાળકોને લઈ જવા અને લાવવાની લક્ઝરી બસની સેવા બારડોલી પ્રદેશની ઉકા તરસાડીયા યુનિવર્સિટીએ પૂરી પાડી હતી. સંદેશના પતંગ મહોત્સવમાં આજે આ અનાથ બાળકોએ પણ પતંગ ચગાવવાની મઝા લૂંટી હતી.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top