વાંસદા રાણીફળિયા ગુરુકુલ વિદ્યાલયમાં સ્વામી વિવેકાનંદ સ્પર્ધા યોજાઈ.

SB KHERGAM
0

 

વાંસદા રાણીફળિયા ગુરુકુલ વિદ્યાલયમાં સ્વામી વિવેકાનંદ સ્પર્ધા યોજાઈ.

 સ્વામી વિવેકાનંદના વિચારોને પ્રેરવા માટે શ્રી ગુરુકુલ વિદ્યાલય રાણીફળિયા, વાંસદામાં સ્વામી વિવેકાનંદ જીવનદર્શન આંતરજિલ્લા કક્ષાની સ્પર્ધા અને ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરાયું હતું. માતુશ્રી કાશીબા હરિભાઇ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ, સુરત દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ડાંગ, નવસારી અને વલસાડ એમ ત્રણ જિલ્લાઓની તાલુકા-સંકુલ વિજેતા સ્પર્ધકો સ્વામી વિવેકાનંદ વિશે વક્તત્વ અને નિબંધ સ્પર્ધા યોજાઇ. શાળાકક્ષાએ ધો૨ણ ૩થી ૫, ૬થી ૮ અને ૯થી ૧૨ના (૧) ચાલો સંભાળીએ સ્વામીજીની વાર્તા, (૨) નરેન શ્રી વીર સંન્યાસી વિવેકાનંદ, (૩) સફળતાના સોપાનો વિષયો લઇ વિદ્યાર્થીઓ સહભાગી થયા હતાં. વિજેતા વિદ્યાર્થીઓને અને સ્પર્ધક દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, કોડ ઈનામ તેમજ માર્ગદર્શક શિક્ષકોને, નિર્ણાયકોને સાડી દરેક શાળાઓને પુસ્તકોનું ઈનામ આપવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમમાં કેશુભાઇ ગોટી - પ્રમુખ, કન્વીનરો પરિમલભાઇ પરમાર, દતાત્રેય મોરે, હેતલબેન ધામેલિયા, વાંસદા તાલુકાના સી.આર.સી. ધનલક્ષ્મીબેન, બી.આર. સી. હેમંતભાઈ, સરપંચ, શાળાના ટ્રસ્ટીઓ રઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય હેમાબેન રાઠોડ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top