નવસારી જિલ્લાના પ્રાથમિક શિક્ષકો અને માધ્યમિક શિક્ષકોની CPR ની તાલીમ નવસારી મેડિકલ કોલેજ ખાતે યોજાશે.
ડિસેમ્બર મહિનાની 3 તારીખ અને 17 તારીખના રોજ નવસારી મેડિકલ કોલેજ ખાતે સવારે 10 થી સાંજે 6 કલાક દરમિયાન માત્ર એક કલાકના સેશન માટેની શિક્ષકોએ તાલીમ આપવામાં આવશે.
એક કલાકના સમયમાં 300 શિક્ષકો ને તાલીમ અપાશે.
નવસારી જિલ્લાના તમામ પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને તાલીમ ફરજિયાત લેવાની છે.
આ માટેનું આયોજન આપવામાં આવશે તે દિવસે અને તે સમયે સૂચવેલા શિક્ષકોએ ફરજિયાત હાજર રહેવાનું રહેશે બંને દિવસોમાં રવિવાર છે આપને જે સમય આપવામાં આવે તે સમયે જ આપે તાલીમ લેવા જવાનું રહેશે.
આ અંગેની સૂચના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા તમામ શિક્ષકોને આપવામાં આવશે. આ માટે 300-300 શિક્ષકોના નામ, શાળાનું નામ, શિક્ષકનો મોબાઈલ નંબર, ક્લસ્ટર અંગેની વિગતો તૈયાર કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.
આ કાર્યક્રમમાં મદદ માટે બી. આર.સી. અને આર.સીને કલસ્ટર હાજરીપત્રક તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે.