ખેરગામ સેવા સદન ખાતે રવિ કૃષિ મહોત્સવ આયોજન અંગેની મીટીંગ યોજાઈ.

SB KHERGAM
0

 

તારીખ :૨૨-૧૧-૨૦૨૩નાં દિને ખેરગામ સેવા સદન ખાતે વાંસદા પ્રાંત અધિકારી સાહેબ દ્વારા ખેરગામના બહેજ રૂપા ભવાની મંદિર ખાતે તારીખ ૨૪-૧૧-૨૦૨૩ થી તારીખ ૨૫-૧૧-૨૦૨૩ રોજ યોજાનાર રવિ કૃષિ મહોત્સવ અને સેવા સેતુ કાર્યક્રમ અંગે આયોજન બાબતે અધિકારી અને કર્મચારીઓની મિટિંગ યોજાઈ. 

જેમાં વિવિધ વિભાગની  કામગીરી જેવી કે, સ્ટેજ વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા, પાણી વ્યવસ્થા તેમજ વિવિધ સ્ટોલ જેમાં

ખેડુતોના સ્ટોલ, પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોના સ્ટોલ, નવીન ટેકનોલોજીના આકર્ષણો અંગેના સ્ટોલ, NewAges ફર્ટીલાઇઝરના વપરાશ વધારા માટે ખેડૂતોમાં જાગૃતિ લાવવા અંગેના સ્ટોલ,ઈન્ટરનેશનલ મીલેટ યર" ને ધ્યાને લઇ “શ્રી અન્ન” ની ખેડૂતો દ્વારા તૈયાર કરેલ વિવિધ વાનગીઓના વેચાણ તેમજ તેના લાભ અંગેના માર્ગદર્શન માટેના સ્ટોલ FPO ના પ્રદર્શન સ્ટોલ,GOBAR-DHAN પ્રોજેક્ટના પ્રદર્શન સ્ટોલ,ગાય આધારીત પ્રાકૃતિક ખેતીના ઘટકોના લાઈવ સ્ટોલ (બીજામૃત, જીવામૃત, ઘનામૃત, નિમાસ્ત્ર વિગેરે) આધારિત પ્રદર્શન સ્ટોલ,ખેતી પાકોમાંથી ઇથેનોલના ઉત્પાદન અંગેના પ્રદર્શન સ્ટોલ, કૃષિ અને સંલગ્ન ખાતા તેમજ કૃષિ યુનિવર્સીટીના સ્ટોલ,કૃષિ/બાગાયત/પશુપાલન વિભાગ દ્વારા પાક વિષયક માહિતીના સાહિત્યના વિતરણ, ફ્લેક્ષબેનર, પોસ્ટર વિગેરે થકી વિસ્તરણ પ્રવૃતિ અંગેના સ્ટોલ,પી એમ કિસાન યોજના અંતર્ગત લેંડ સીડીંગ અને ઇકેવાયસીના સ્ટોલ,ખેડૂત ઉપયોગી સંશોધનો/ ભલામણો દર્શાવતા કૃષિ યુનિવર્સીટીના સ્ટોલ, બાગાયત/પશુપાલન ખાતાના સ્ટોલ, મહેસુલ વિભાગના સેવા સેતુ કાર્યક્રમના સ્ટોલ, ફાર્મ મિકિનાઈઝેશન/એગ્રો પ્રોસેસીંગ માટેના યંત્ર/ઓજારો અને ખેતીવાડીના સ્ટોલ તેમજ બાગાયતી ખેત પેદાશોનું પ્રદર્શન,ડ્રોન ટેકનોલોજીનું પ્રત્યક્ષ નિદર્શન,જમીન ચકાસણી માટેના સ્ટોલ (સરકારી/ખાનગી સંશાધનોનો પીપીપી મોડ),કિસાન ક્રેડીટ કાર્ડ માટેના સેંટર,પશુપાલન ખાતા દ્વારા સ્થાનિક કક્ષાએ પશુ આરોગ્ય કેમ્પ જેવી બાબતો આ કૃષિ મહોત્સવમાં સમાવિષ્ઠ કરવામાં આવેલ છે. 

આ કાર્યક્રમના  સુચારુ આયોજન બાબતે વાંસદા પ્રાંત અધિકારીશ્રી ડી.આઈ. પટેલ સાહેબ દ્વારા એક અગત્યની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ કર્મચારીઓને આયોજનમાં કચાશ  કે બેદરકારી ન રહે તે બાબતે ધ્યાન રાખવા કડક સૂચના આપવામાં આવી હતી.

જેમાં વાંસદા પ્રાંત અધિકારીશ્રી ડી.આઈ .પટેલ સાહેબ, મામલતદારશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ, પી.એસ.આઈ. ડી.આર. પઢેરિયા, ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી મહેશભાઈ વિરાણી સાહેબ, અને તમામ શાખાના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top