સંકલ્પ એજ્યુકેશન ગૃપ દ્વારા વાંસદાનાં કાટસવેલ ગામે મીટિંગનું આયોજન.

SB KHERGAM
0

 

સંકલ્પ એજ્યુકેશન ગૃપ દ્વારા વાંસદાનાં કાટસવેલ ગામે મીટિંગનું આયોજન.

તારીખ : ૨૫-૧૧-૨૦૨૩નાં દિને સંકલ્પ એજ્યુકેશન ગૃપ દ્વારા ગામ  કાટસવેલ તા.વાંસદા નવસારી જિલ્લામાં  મીટીંગનું આયોજનનું કરવામાં આવેલ છે. આ મીટિંગ એડમિન મોડ રહેશે. 

 સંકલ્પ એજ્યુકેશન ગૃપ ( જરૂરિયાતમંદોને હંમેશા સહાય કરવા તત્પર રહેતું ગૃપ) જે એક મિટિંગનું આયોજન કરવા જઈ રહ્યું છે. જેનું સ્થળ સ્થળ ભવાની માતાનું મંદિર પાસે, સ્કૂલ નજીક, ગામ કાટસવેલ તા.વાંસદા. જી.નવસારી. છે. જેનું આયોજન તારીખ ૨૫-૧૧-૨૦૨૩નાં શનિવારના દિને સવારે ૯-૦૦ કલાકે રાખવામાં આવેલ છે. 

જેમણે આ મિટિંગમાં ભાગ લેવો હોય તેમણે પોતાનું નામ તથા મોબાઇલ નંબર લખાવી અને તમારી સાથે કેટલા વ્યક્તિઓ જોડાશે તેની માહિતી લખાવવાની રહેશે.કારણ કે ભોજન વ્યવસ્થા કરવાની હોય ચોક્કસ સંખ્યા મળે તો વ્યવસ્થિત ભોજનનું આયોજન કરી શકાય.

નવસારી, વલસાડ, સુરત અને તાપીના મિત્રો આ મિટિંગમાં ભાગ લેવા માટે વધારેમાં વધારે લોકો જોડાય તે માટે સંકલ્પ એજ્યુકેશન ગૃપ દ્વારા નમ્ર અપીલ કરવામાં આવે છે.

સંકલ્પ એજ્યુકેશન ગ્રુપના ઉદ્દેશ્યો

(1) હોસ્ટેલ કે આશ્રમશાળામાં બાળકોને આપણા સમાજનાં બાળકોની માહિતી લઈ એમને મદદ જેવી કે, નોટબુક, ઓઢવા ધાબળા યાદર, ભણતર કીટ, જે બાળકોને પાસે નવનીત કે ગાઈડ ન હોય તો.. 2.બાળકો વચ્ચે 1 સેટ,ડ્રેશ, કપડાં જેવી જરૂરી વસ્તુઓ

(2) પ્રાથમિક સ્કૂલમાં પણ .બાળકીઓને સેનેટરી. વસ્તુ, જેમના મા-બાપ ન હોય એમની માહિતી મેળવી એમને મદદ જેથી આપણા સમાજમાં ભણતર ન છોડે એટલાં માટે મદદ કરીએ.

(3) કોઈ નું ઘર બળી જાય કે પુર નુકશાન વગેરે તો અનાજ કીટ કે વાસણો લઈ આપીએ જરૂર મુજબ.

(4) હોસ્પિટલમાં જો..આર્થિક રીતે નબળા હોય તો તેમને મદદ જેવી જેવી નાની બને એટલી આર્થિક રીતે નબળા કે એકલા રહેતા વડીલ હોય એમને એ માટે તમારે બધાંએજ મહેનત પણ કરવી પડશે.લોકોને શોધવાની.

(5) કોઈ બાળક ભણવામાં હોશિયાર છે.પણ ફી ભરવામાં તકલીફ હોય તો નાની મદદ કરીએ,આર્થિક રીતે નબળા હોય એમને માહિતી મેળવીને.

(6) એકવાર જાગૃતિ આવશે પછી નાના લોકો પણ સમાજમાં લોકોની મદદ માટે આગળ આવશે.નોકરી કરતા મિત્રો.. જો મહિને 100 કાંતો વર્ષના 1200 પણ જમા કરાવીએ તો ઘણું ખૂબ જ સુંદર આયોજન થાય એમ છે.

(7) શિક્ષણ સિવાય આપણાં સમાજનો ઉદ્ધાર અધુરો છે.આવનાર પેઢીને શિક્ષણ આપીશું તો..એ આગળ કામ લાગશે.બાકી આર્થિક રીતે નબળો વર્ગ ઓર નબળો બનશે.કેમકે 200 રૂપિયા મજૂરી કરવા વાળો ફી ન ભરી શકે..એમાટે વિચાર કરીએ મિત્રો..

(8) આપણા સમાજમાં કે. સમાજ ને સહકાર ની જરૂર હોય તોપણ નાની મદદ થશે.સમૂહ લગ્ન,કે,તાલીમ,સરકારી નોકરી ટ્રેનિંગ માટે અનાજ આપવું, સંમેલનમાં કીટ સહકાર, વગેરેતી તૈયાર થઈ જાવો જીવી લો જિદગી મસ્તીથી સમાજ માટે.

(9) સમાજે આપણાં ને સર્ટી આપ્યું છે. તો સમાજ માટે આપણે પણ કાંઈ કરીએ મિત્રો. વિચાર બદલો,

(10) દરેક તાલુકામાં મદદ પહોંચે એવું કરીશું. આપણાં ગ્રુપમાં જે જગ્યાએના મિત્રો હશે એ મુજબ એ આપણે બધાએ નક્કી કરીશું.

અમે સંકલ્પ એજ્યુકેશન ટીમ, વતી આપના બધાની સમક્ષ વાત મૂકીએ છીએ, યોગ્ય લાગે તો કેહેજો.

વધુ માહિતી માટે સંપર્ક કરો,

મીનેશભાઈ - મહુડી, નવસારી.   9924115453

હસમુખભાઈ- ફૂલવાડી, સુરત.    9979782894

દિનેશભાઇ - લીમઝર, નવસારી   7874822264

કૌશિકભાઈ -વાઘાબારી, નવસારી 9913213337




Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top