પેન્શન યોજના સહિત વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે પ્રાથમિક શિક્ષકોનો ગાંધીનગરમાં પડાવ : મંત્રીઓને રજુઆત

SB KHERGAM
0


પેન્શન યોજના સહિત વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે પ્રાથમિક શિક્ષકોનો ગાંધીનગરમાં પડાવ : મંત્રીઓને રજુઆત

સરકારના તમામ મંત્રીઓને દિપાવલીની શુભેચ્છા પાઠવી શિક્ષકોની સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી.

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાની આગેવાનીમાં ગાંધીનગર ખાતે રાજ્યનાં કેબિનેટ કક્ષાનાં મંત્રીઓ કુબેર ડિંડોર (આદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ), કનુ દેસાઈ (નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ), ભાનુ બાબરીયા (સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ), મૂળુ બેરા (પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ) તથા રાજ્ય કક્ષાનાં મંત્રીઓ મુકેશ પટેલ (વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા), પ્રફુલ પાનસેરિયા (સંસદીય બાબતો,પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ) અને ભીખુસિંહ પરમાર (અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા)ની શુભેચ્છા મુલાકાત યોજવામાં આવી હતી.

 આ પ્રતિનિધિ મંડળમાં રાજ્ય સંઘનાં હોદેદારો સહિત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલ જોડાયો હતાં. આ પ્રતિનિધિ મંડળે ગુણવંતી ગુજરાતનાં મંત્રીઓને દિપાવલી પર્વની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. આ સાથે મંડળે જૂની પેન્શન યોજના, HTATનાં નિયમો સહિતનાં વિવિધ પડતર પ્રશ્નો સંદર્ભે સઘન ચર્ચા વિચારણા હાથ ધરી હતી.








Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top