ગણદેવી વિધાનસભાના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ માવલી માતાની પૂજાઅર્ચના કાર્યક્રમમાં સહભાગી બન્યા.

SB KHERGAM
0

 

ગણદેવી વિધાનસભાના માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ  માવલી માતાની પૂજાઅર્ચના કાર્યક્રમમાં સહભાગી બન્યા.

 ધરમપુર તાલુકાના વિરવલ ગામ ખાતે માવલી માતાની પૂજા અર્ચનાનો કાર્યક્રમ રાત્રી દરમ્યાન યોજાયો હતો. જેમાં સ્થાનિક ભગતો દ્વારા માવલી માતાની પૂજા કરવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે. જે આજે પણ આદિવાસી વિસ્તારમાં જોવા મળે છે. અને તેને પૂરા ભકિતભાવ અને આસ્થાથી  પૂજા અર્ચના કરે છે. જેને  પ્રકૃતિપૂજા પણ કહી શકાય. નરેશભાઈ પટેલ આદિવાસી સમાજનાં અગ્રણી નેતા હોય આદિવાસી સમાજને ' આદિવાસી સંસ્કૃતિનું જતન' કરવા બદલ પ્રોત્સાહીત કરવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ માવલી માતાની આરતી ઉતારી માતાના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે માતાને વધાવવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતાં.





Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top