સમરોલી ધારાવોટર પરીવારની દિકરી રેની પટેલે આંતરરાષ્ટ્રીય ફલક ઉપર સિદ્ધિ મેળવી.

SB KHERGAM
0

 

સમરોલી ધારાવોટર પરીવારની દિકરી રેની પટેલે આંતરરાષ્ટ્રીય ફલક ઉપર સિદ્ધિ મેળવી.

નેપાળ દેશના પોંખરામાં છઠ્ઠી(૬)  ઓપન ઇન્ટરનેશનલ  ગેમ્સ યોજાઈ હતી. જેમાં ચાર દેશોના ખેલાડીઓએ ટેબલ ટેનિસમાં ભાગ લીધો હતો. જેમાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સમરોલી ગામની દીકરી રેની પટેલ (ધારા વોટર) ટેબલ ટેનિસમાં રનર્સ (બીજો ક્રમાંક) રહી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.

જેને પગલે સમગ્ર વિસ્તારમાંથી અભિનંદન અને આશીર્વાદ વર્ષા થઈ રહી છે. રેની નીલમ પટેલે સૌ પ્રથમ માઉન્ટ આબુ ખાતે સ્વામી વિવેકાનંદ માઉન્ટેરીગ ઇન્સ્ટિટયૂટમાં રહી માઉન્ટેરીગની તાલીમ દરમિયાન નેપાળ દેશનાં પોખરામાં  બ્રોન્સ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન આયોજિત ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-૨૦૨૨, છઠ્ઠી ઓપન નેશનલ ગેમ્સ માં સિદ્ધિઓ નીલમ પ્રાપ્ત કરી હતી અને હાલ છઠ્ઠી એ ઓપન ઇન્ટરનેશનલ ગેમ્સમાં અપ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. સમગ્ર કોળી પટેલ સમાજમાં જેને આનંદ વ્યાપી ગયો હતો.



Image Courtesy: social media 
News Credit : Dakshin Gujarat vartman news

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top