પારનેરા ડુંગર પર રાજયક્ક્ષાની આરોહણ- અવરોહણ સ્પર્ધાને પગલે તા. ૨૧ જાન્યુ.એ રસ્તો બંધ કરાશે.

SB KHERGAM
0

  પારનેરા ડુંગર પર રાજયક્ક્ષાની આરોહણ- અવરોહણ સ્પર્ધાને પગલે તા. ૨૧ જાન્યુ.એ રસ્તો બંધ કરાશે.

ગુજરાત સરકારશ્રીના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકના  કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત રાજયકક્ષાની ઐતિહાસિક પર્વત “પ્રથમ રાજયકક્ષા પારનેરા ડુંગર વલસાડ આરોહણ – અવરોહણ સ્પર્ધા ૨૦૨૩-૨૪” તા.૨૧-૦૧-૨૦૨૪ના રોજ યોજાનાર છે. જેમાં ગુજરાતભરના સિનિયર સાહસવીર ખેલાડી ભાઈઓ અને બહેનો સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે.

તા.૨૧-૦૧-૨૦૨૪ના રોજ સવારે ૦૭.૦૦ કલાકથી ૧૦.૦૦ કલાક સુધી પારનેરા ડુંગર તળેટી, પારનેરા સ્થળે આ સ્પર્ધા હોવાથી પારનેરા ગામથી મંદિર તરફ જતો રસ્તો તેમજ મંદિરની તળેટીથી ઉપર મંદિર (સ્થાનક) સુધીના પગથિયાવાળો રસ્તો જાહેર જનતાની અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે. આવશ્યક જણાયે અતુલ ગ્રામ પંચાયત તરફથી મંદિર સુધી રસ્તો તેમજ પગથિયાવાળો રસ્તો જાહેર જનતા માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે. જેની સર્વ જાહેર જનતાએ નોંધ લેવા અખબારી યાદીમાં જણાવાયુ છે. 

માહિતી બ્યુરો. વલસાડ તા.૧૯ જાન્યુઆરી  

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top