નવસારી મહાનગરપાલિકાની અનોખી પહેલ, ફ્લાવર શોમાં વિશ્વ રેકોર્ડ
શહેરી વિકાસ પર્વ 2025-26 અંતર્ગત સુશાસન પર્વની થીમ હેઠળ નવસારી મહાનગરપાલિકા દ્વારા નવસારી શહેરમાં પ્રથમ વખત ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું. લુન્સીકુઇ મેદાન ખાતે આયોજિત આ ફ્લાવર શોનું ઉદ્ઘાટન કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટિલના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે આદિજાતિ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશ દેસાઈ સહિત અનેક લોકપ્રતિનિધિઓ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રી શ્રી સી.આર. પાટિલે જણાવ્યું હતું કે ફ્લાવર શો માત્ર ફૂલોની પ્રદર્શની નહીં પરંતુ સરકારના સુશાસન, વિકાસ અને પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. નવસારી ફ્લાવર શોમાં ૯૫ હજારથી વધુ ફૂલોનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલ “નવસારી” શબ્દની વિશાળ ફૂલ આકૃતિને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત થયો છે, જે નવસારી માટે ગૌરવની બાબત છે.
૧૦ લાખથી વધુ વિવિધ પ્રકારના પ્લાન્ટ્સ, દેશ-વિદેશના ફૂલો તથા વિવિધ કલાત્મક આકૃતિઓ સાથે આ ફ્લાવર શોએ પર્યાવરણ જાગૃતિ, હરિત સંસ્કૃતિ અને શહેરના સૌંદર્યમાં નોંધપાત્ર વધારો કર્યો છે.
#Navsari #NavsariFlowerShow #FlowerShow2026 #FirstFlowerShow #UrbanDevelopment #GoodGovernance #GreenCity #EnvironmentalAwareness #GuinnessWorldRecord #ProudNavsari #FloralAr #CityBeautification #SustainableDevelopment #MunicipalCorporation#ViksitBharat




