રૂ.3 કરોડના ખર્ચે નવનિર્મિત ચીખલી બસ સ્ટેશનનું લોકાર્પણ
નવસારી જિલ્લાના ચીખલી ખાતે માનનીય કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ તથા રાજ્યના માનનીય આદિજાતિ મંત્રી શ્રી નરેશભાઈ પટેલના હસ્તે રૂ. 3 કરોડના ખર્ચે નવનિર્મિત ચીખલી બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના આ નવ્ય પ્રકલ્પથી ચીખલી શહેર અને આસપાસના ગ્રામ્ય તથા આદિજાતિ વિસ્તારોના નાગરિકોને મુસાફરી માટે વધુ સુવિધાજનક, સુરક્ષિત અને આધુનિક માળખું ઉપલબ્ધ બનશે.
આ અવસરે આદિજાતિ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે નવો બસ ડેપો સામાન્ય જનતા માટે વિશ્વસનીય અને ઓછી ભાડે પરિવહન સુવિધા પૂરું પાડવામાં મહત્વનો આધારસ્તંભ સાબિત થશે. તેમણે એસ.ટી. બસ ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવર અને કંડકટરોની નિષ્ઠા, સેવાભાવ અને કાર્યનિષ્ઠાને વંદન કરી તેમનો આભાર વ્યક્ત કર્યો. તેમણે ઉમેર્યું કે કઠિન પરિસ્થિતિઓમાં પણ મુસાફરોની સુરક્ષા અને સમયસર સેવાને પ્રાથમિકતા આપીને તેઓ રાજ્યની જનસેવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
#Chikhli #Navsari #GSRTC #PublicTransport #InfrastructureDevelopment #khergamnews




