શિક્ષણ સાથે સંસ્કાર: 126 વિદ્યાર્થીઓને સ્ટીલ ડીશ આપીને સ્વ. કોકિલાબેનને શ્રદ્ધાંજલિ
આછવણી ગામની બંધાડ ફળિયા પ્રાથમિક શાળામાં સ્વ. કોકિલાબેન મોહનભાઈ પટેલના સ્મરણાર્થે તેમના પરિવારજનોએ એક પ્રસંશનીય અને સેવાભાવી કાર્ય કર્યું છે. સ્વ. કોકિલાબેનના પુણ્યસ્મરણ રૂપે પરિવાર તરફથી શાળામાં અભ્યાસ કરતા કુલ 126 બાળકોને પ્રત્યેકને એક-એક સ્ટીલની ડીશ ભેટરૂપે આપવામાં આવી હતી.
આ સેવા કાર્ય દ્વારા બાળકોમાં સ્વચ્છતા, શિસ્ત અને સમાનતાનો સંદેશ આપવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્યશ્રી, શિક્ષકો તથા ગ્રામજનોએ પરિવારના આ ઉત્તમ કાર્યની પ્રસંસા કરી હતી અને સ્વ. કોકિલાબેનને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે પરિવારજનોએ જણાવ્યું હતું કે શિક્ષણ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે આવી સેવાઓ સતત આગળ વધારવાનો તેમનો સંકલ્પ છે.



