Valsad: વલસાડની કોમર્સ કોલેજમાં ઈન્ટીગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સનો ઓરિએન્ટેશન સેમિનાર યોજાયો.

SB KHERGAM
0

 


Valsad: વલસાડની કોમર્સ કોલેજમાં ઈન્ટીગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સનો ઓરિએન્ટેશન સેમિનાર યોજાયો. 

  • વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી આ સેમિનારમાં વીર નર્મદ યુનિ. સંલગ્ન તમામ કોલેજોએ ભાગ લીધો.

વલસાડની શાહ એન.એચ કોમર્સ કોલેજમાં તા. ૩૦ જાન્યુ.ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિન તેમજ શહિદ દિવસના પુણ્ય પ્રસંગે તમામ સ્વતંત્ર સેનાનીઓની સ્મૃતિમાં "ઇન્ટીગ્રેટેડ પર્સનાલિટી ડેવલોપમેન્ટ કોર્સ" (IPDC) ના ઓરિએન્ટેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં VNSGUની દક્ષિણ વિભાગમાં આવતી વલસાડ, પારડી, ચીખલી, ધરમપુર, કપરાડા, વાપી, ભિલાડ, ઉમરગામ, ખેરગામ, બીલીમોરા, સેલવાસ અને દમણની કોલેજો સહભાગી થઈ હતી. 


વલસાડની શાહ એન.એચ કોમર્સ કોલેજના આચાર્ય ડો.ગિરીશ રાણાએ ઓપનિંગ રિમાર્કસ્ આપ્યા હતા અને નેશનલ એજ્યુકેશન પોલિસી- ૨૦૨૦ અંતર્ગત વેલ્યુ એડેડ કોર્સમાં IPDC વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પૂરવાર થયેલો ઉપયોગી કોર્સ છે એવું મંતવ્ય રજૂ કર્યું હતું. દમણની ગવર્મેન્ટ કોલેજના વાઇસ પ્રિન્સિપલ ડૉ. એસ. સુબ્રમણ્યમે આજના સમયને અનુરૂપ IPDC એક મહત્વનો વેલ્યુ એડેડ કોર્સ છે જેને દરેક કોલેજ અભ્યાસક્રમ સાથે વણી લેવું જોઈએ અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવું જોઈએ એવી ભલામણ કરી હતી. સેમિનારમાં ટ્રેનર તરીકે નીલકંઠ સર્જક ઓવરસીઝના સંસ્થાપક ધર્મેશ પટેલે સેવા આપી હતી. તેમણે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તેમજ વીડિયોના માધ્યમથી આઇ.પી.ડી.સી. કોર્સની વિગતવાર સમજૂતી આપી જણાવ્યું કે, વીએનએસજીયુ સંલગ્ન કોલેજોમાં આ કોર્સ બે સત્રમાં ફ્રીમાં ભણી શકાય છે. કુલ ૩૦ મોડયુલ હોય છે. જે કોર્સ પૂર્ણ થાય ત્યારે એનસીસીમાં જે રીતે ક્રેડિટ મળે તેમ આ કોર્સ અંગે પણ ક્રેડિટ મળે છે જે નોકરી દરમિયાન ઉપયોગી બને છે. 

સેમિનારમાં દરેક કોલેજના પ્રતિનિધિઓ તરફથી સકારાત્મક પ્રતિભાવો મળ્યા હતા તેમજ Q&A સેશનમાં આ કોર્સને લગતા પ્રશ્નો તેમજ સરળતાથી આ કોર્સ દાખલ કરવા બાબતે વિગતવાર ચર્ચા થઈ હતી. દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશ દમણ અને દાનહની તમામ કોલેજોના આચાર્યો, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ અને ફેકલ્ટી મેમ્બર્સો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. 

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૩૦ જાન્યુઆરી

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top