Tapi:તાપી જિલ્લા શાળા સલામતી સપ્તાહ-૨૦૨૪નો શુભારંભ.

SB KHERGAM
0

 

Tapi:તાપી જિલ્લા શાળા સલામતી સપ્તાહ-૨૦૨૪નો શુભારંભ. 

ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ગાંધીનગરના સૌજન્યથી તાપી જિલ્લા  ડિઝાસ્ટર  મેનેજમેન્ટ, કલેકટરશ્રીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીની કચેરી  દ્વારા તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ‘શાળા સલામતી સપ્તાહ-૨૦૨૪’નો શુભારંભ કરાયો.

વ્યારાની પ્રાથમિક શાળા ચિખલી ખાતેથી જિલ્લા કક્ષાના શાળા સલામતી સપ્તાહ-૨૦૨૪નો પ્રારંભ કરાયો.

જિલ્લાની ૬૪ મોટી શાળાઓમાં ફાયર ડેમો, ૧૦૮ જી.વી.કે, દ્વારા ડેમોસ્ટ્રેશન કરી બાળકોને અલગ અલગ આપત્તિઓ વિશે જાગૃત કરવામાં આવશે.

માહિતી બ્યુરો, વ્યારા-તાપી ૨૯: તાપી જિલ્લામાં તા. ૨૯ જાન્યુઆરી  થી તા. ૦૩ ફેબ્રુઆરી ૨૦૨૪ દરમ્યાન ગુજરાત  રાજય  આપત્તિ વ્યવસ્થાપન  સત્તા મંડળ  ગાંધીનગર  તેમજ  જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, કલેક્ટર  કચેરી  તાપી- વ્યારા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીની કચેરી દ્વારા તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ‘ગુજરાત શાળા સલામતી સપ્તાહ-૨૦૨૪’ ની ઉજવણી કરવામાં આવનાર છે. 

રાજય કક્ષાએથી આજરોજ શિક્ષણ વિભાગના કેબીનેટ કક્ષાના મંત્રીશ્રી, તથા ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ વિભાગના મુખ્ય કારોબારી અધિકારીશ્રીઓના પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું રાજ્યવ્યાપી શુભારંભ કરાયું હતું. આ કાર્યક્રમને બાયસેગના માધ્યમથી વંદે ગુજરાત ચેનલ પરથી સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લામાં પણ વ્યારા તાલુકાની પ્રાથમિક શાળા ચિખલી ખાતેથી જિલ્લા કક્ષાના શાળા સલામતી સપ્તાહ-૨૦૨૪નો પ્રારંભ કરાયો હતો. 

આ કાર્યક્ર્મ અંતર્ગત તાપી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં આગામી પાંચ દિવસ દરમ્યાન અલગ અલગ પ્રવૃતિઓ જેવી કે, પુર, વાવાઝોડુ, આગ,ભુકંપ તથા અન્ય આપત્તિઓ દરમ્યાન શુ કરવુ અને શુ ન કરવુ? તે વિશે સમજણ આપવામાં આવશે. જે કાર્યક્રમમાં જિલ્લાના વ્યારા અને સોનગઢ નગરપાલિકા દ્વારા મોટી શાળાઓમાં ફાયર ડેમો, ૧૦૮ જી.વી.કે, દ્વારા ડેમોસ્ટ્રેશન, તથા જે.કે.પેપરમીલ અને કાકરાપાર અણુમથક ની સેફટી ટીમ દ્વારા ડેમોંસ્ટ્રેશન કરી બાળકોને અલગ અલગ આપત્તિઓ વિશે જાગૃત કરવામાં આવશે. 

 શાળા સલામતીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી તાપીના માર્ગદર્શન મુજબ આ શાળા સલામતી સપ્તાહ દરમિયાન તાપી જિલ્લાની ૬૪ મોટી શાળાઓમાં ૧૦૮ ટીમ અને ફાયર ટીમ દ્વારા મેગા ઇવેંન્ટ ડેમોસ્ટ્રેશન કાર્યક્રમ તેમજ જે.કે.પેપરમીલ અને કાકરાપાર અણુમથક ની સેફટી ટીમ દ્વારા તેઓના પ્લાન્ટના નજીકની શાળાઓમાં જનજાગૃતિના કાર્યક્રમ હાથ ધરવામાં આવનાર છે. 

 આજે જિલ્લા કક્ષાના કાર્યક્રમની શરૂઆત વ્યારા તાલુકાની ચીખલી પ્રાથમિક શાળામાંથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી વર્ષાબેન વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતુ. આ શુભારંમ કાર્યક્રમમાં મામલતદારશ્રી વ્યારા હિમાંશુ સોલંકી, ચિખલી ગ્રામ પંચાયતના સંરપચશ્રી, જિલ્લા પ્રોજેકટ અધિકારીશ્રી(ડીઝાસ્ટર મેનેજમેન્ટ) કરન ગામીત, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી વ્યારા એસ.બી પરમાર, અરવિંદભાઈ ગામીત, સ્ટેશન ફાયર ઓફિસર વ્યારા નગરપાલિકા દિગ્વિજય ગઢવી અને ફાયર ટીમ, તલાટીશ્રી ચિખલી, શાળાના આચાર્યશ્રી, એસ.એમ.સી અધ્યક્ષ અને સભ્યોશ્રી તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા આ કાર્યક્રમમાં રેસ્ક્યુ વાન મારફતે ડેમોસ્ટ્રેશન બતાવવામાં આવ્યું હતું. 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top