Gandevi: છાપર પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી.
તા. 26/01/2024 ના દિને છાપર પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમા સવારે ધ્વજવંદન તથા ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. અને સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો.
જેમાં શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સરપંચશ્રી રાકેશભાઈ અને એની ટીમ તથા શાળાના SMC અધ્યક્ષ અને તમામ સભ્યો આ ઉપરાંત DJ ની મદદ કરનાર મિતકુમાર, મંડપની વ્યવસ્થા કરનાર શૈલેષભાઇ, કેમેરા શૂટિંગ કરનાર દીપકુમાર પાર્થકુમાર, શાળા વિકાસ સમિતિ પ્રમુખ શંકર કાકા, મુકેશભાઈ, જીગ્નેશભાઈ શાળાને મોટુ દાન કરનાર મહેન્દ્રભાઈ, અન્ય તમામ દાતાશ્રીઓ, શાળાના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ આપણું સન્માન સ્વીકાર કરવા માટે શાળામાં ઉપસ્થિત રહ્યા, શાળાના સિનિયર અને જુનિયર KG ના બાળકો અને બાળવાટિકાથી લઇ ધોરણ 8 સુધીના તમામ બાળકો અને KG થી લઇ શાળાના તમામ શિક્ષકો, ગામના યુવાનો, વડીલો, સજ્જનો તમામનો આચાર્યશ્રી અને શાળા પરિવાર હૃદયપૂર્વક આભાર પ્રગટ કર્યો હતો.