Gandevi (amalsad) :અમલસાડની સરી કન્યાશાળામાં ૧૦૮ સેવાનું પ્રદર્શન યોજાયું.

SB KHERGAM
0

 

Gandevi (amalsad) :અમલસાડની સરી કન્યાશાળામાં ૧૦૮ સેવાનું પ્રદર્શન યોજાયું. 

 તારીખ:૨૯-૦૧-૨૦૨૪નાં દિને અમલસાડની સરી કન્યાશાળામાં ૧૦૮ સેવાનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં ગુજરાત સરકાર દ્વારા ઇમરજન્સીમાં સેવા આપતી ૧૦૮ વાહિનીમાં કઈ કઈ સુવિધા છે. તેની માહિતી ૧૦૮નાં સ્ટાફ EMT અંકિતા ગાંધી અને પાયલોટ મિતેશ પટેલ દ્વારા આપવામા આવી હતી.

જેમાં તેમણે દર્દીઓને અકસ્માત સ્થળથી કેવી રીતે ૧૦૮ વેનમાં સ્ટ્રેચર દ્વારા લઈ જવામાં આવે છે તેની પ્રેક્ટિકલ રીતે માહિતગાર કર્યા. અંદર લઈ ગયા પછી કેવી કેવી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તેની મેડિકલ સાધનો સહિતની માહિતી આપવામાં આવી. દરેક બાળકોને ૧૦૮ની અંદર પ્રવેશ કરાવી આંતરિક રચના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ મેડિકલ સાધન સામગ્રીનું પ્રદર્શન દ્વારા દરેક સાધનની વિગતવાર માહિતી આપવામાં આવી. તેમજ બાળકોને ઇમરજન્સીમાં ૧૦૮ ને કેવી રીતે કોલ કરવો અને કૉલ દરમ્યાન કઈ કઈ માહિતી ફોન નંબર દ્વારા જણાવવી જોઈએ તેની માહિતી આપી હતી. જેમાં શાળાના ૬થી૮નાં ૧૨૯ વિધાર્થીઓ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં ૧૦૮ની શ્રેષ્ઠત્તમ સેવાનો લાભ લોકો મેળવી રહ્યા છે તે અંગે માહિતગાર થયા હતાં.






Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top