Chikhli : ગોલ્ડન યુવા ક્લબ આયોજિત માંડવખડક ગામે વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ.

SB KHERGAM
0

 

ગોલ્ડન યુવા ક્લબ આયોજિત માંડવખડક ગામે વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ.

 “ગોલ્ડન યુવા કલબ” તથા સમગ્ર માંડવખડક ગામ દ્વારા આયોજીત 4th ઇન્વિટેશન વોલીબોલ ટુર્નામેન્ટ તા. ૨૦-૦૧-૨૦૨૪ ના શનિવાર ના રાત્રે ૮.૦૦ કલાકે ભવ્ય વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. આ ટુર્નામેન્ટનો ઉદેશ્ય સિદ્ધ થાય તે માટે ગોલ્ડન યુવા કલ્બને પ્રોત્સાહિત કરવા મુખ્ય મહેમાનશ્રી ડૉ. લોચન શાસ્ત્રી(ધોડિયા) (M.B.B.S-D.A.) શ્રી હોસ્પિટલ રાણી ફળિયા વાંસદા ઉપસ્થિત રહ્યા હતા. જેમનું ગામના યુવા આયોજકો દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં શ્રી શંકરભાઈ કે. પટેલ ( જીલ્લા પંચાયત સભ્યશ્રી), શ્રી જશુભાઈ ગાંગોડા (તાલુકા પંચાયત સભ્યશ્રી),શ્રી ભગુભાઈ ડી. માહલા(નિવૃત ઈજનેરશ્રી(, સચિવ શ્રી બચુભાઈ સી. દેસાઈ (નિવૃત જમીન સંરક્ષણ) તેમજ શુભેચ્છક તરીકે ગામના સરપંચશ્રી વલ્લભાઈ જે. ચૌધરી (Ex. BSF) માંડવખડક ગ્રામ પંચાયત તથા તમામ સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ ટુર્નામેન્ટનું આયોજન માંડવખડક ગોલ્ડન યુવા કલબના યુવા આયોજકો શૈલેષભાઈ પટેલ,  કૃણાલભાઈ પટેલ,જીતુભાઈ પટેલ, આશિષભાઈ દેસાઈ, હિરેનભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top