Gandevi: બીલીમોરાની ગોયંદી-ભાઠલા શાળાના વિદ્યાર્થીઓની ઉમદા કામગીરી: ૨૫ કિલો લટકતી દોરીનો નાશ કર્યો.

SB KHERGAM
0

 

Gandevi: બીલીમોરાની ગોયંદી-ભાઠલા શાળાના વિદ્યાર્થીઓની ઉમદા કામગીરી: ૨૫ કિલો લટકતી દોરીનો નાશ કર્યો.

બીલીમોરા નજીક ગોયંદી- ભાઠલા ગામની બી.કે. પટેલ સાર્વ. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ઉતરાયણ પર્વ બાદ ઠેર ઠેર લટકતી ૨૫ કિલો દોરીના ગુચ્છા એકત્ર કર્યા હતા. જેને કારણે આકાશમાં વિહરતા અબોલ પક્ષી સહિત અનેક જીવોના અકસ્માત ટાળી શકાશે.

ઉતરાયણ પર્વે કપાયેલી પતંગ સાથે ઠેર ઠેર લટકતી દોરી પશુ પંખી માટે મોતના ગાળીયા સમાન હતી. આ લટકતી દોરી જીવલેણ બને તે અગાઉ તેને ઉતારી નાશ કરવાનું બીડું ગોયંદી-ભાઠલા સદભાવ સમાજસેવા પરીવારનાં પ્રમુખ બીપીનચંદ્ર પટેલનાં માર્ગદર્શન હેઠળ બી.કે. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલના વિધાર્થીઓએ ઉપાડ્યું હતું. ટ્રસ્ટી, શિક્ષકો, વિદ્યાર્થીઓએ વૃક્ષ, વીજપોલ વન વગડામાં દોરી સર્ચ ઓપરેશન હાથ ધરી જોતજોતામાં ૨૫ કિલો દોરીના ગુચ્છા એકત્ર કર્યા હતા. જેમાં ધો.૯ વિદ્યાર્થીઓએ ૮.૨૫૦ કિલોગ્રામ, ધો.૧૦નાં વિદ્યાર્થીઓએ ૮.૧૫૦ કિલોગ્રામ, ધો.૧૧ અને ૧૨ સામાન્ય પ્રવાહનાં વિદ્યાર્થીઓએ ૨.૧૫૦ કિલોગ્રામ, શૈક્ષણિક સ્ટાફ ૨.૧૫૦ કિલોગ્રામ, વિજ્ઞાન પ્રવાહનાં વિદ્યાર્થીઓ ૨.૧૦૦ કિલોગ્રામ, મંત્રી વિનોદ પટેલ ૨.૩૦૦ દોરા કિલોગ્રામ એકત્ર કર્યા હતા. વિદ્યાર્થીઓને ૧૦૦ ગ્રામ દીઠ ૧૦ લેખે રોકડ ઈનામો એનાયત કરાયા હતા. આ પ્રસંગે શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકોએ સંવેદના સભર કામગીરી કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શિક્ષક દિવ્યેશ રાઠોડે કર્યું હતું. શાળાનાં આચાર્યએ વિદ્યાર્થીઓની સંવેદના સભર કામગીરીને બિરદાવી હતી. દોરા યજ્ઞ થકી કુલ ૨૫ કિલો બીનજરૂરી દોરાનો નાશ કરાયો હતો.

ઉત્તરાયણ બાદ ઠેરઠેર લટકતા પતંગનાં દોરા પક્ષીઓ માટે મોતનો ગાળિયો બની રહ્યા હતા, સારી કામગીરી બદલ વિદ્યાર્થીઓને રોકડ ઈનામ અપાયા.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top