વાંસદાની રંગપુર શાળાનાં તક્ષ પાઠકે ઝોન કક્ષાએ બાળ વાર્તામાં પ્રથમ ક્રમ મેળવ્યો.

SB KHERGAM
0

 વાંસદાની રંગપુર શાળાનાં તક્ષ પાઠકે ઝોન કક્ષાએ બાળ વાર્તામાં પ્રથમ ક્રમ મેળવ્યો.

 જી.સી.ઈ.આર. ટી.ગાંધીનગર માર્ગદર્શિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે આયોજિત નિપુણ ભારત અંતર્ગત ઝોન કક્ષાની વાર્તા સ્પર્ધા તારીખ 5 જાન્યુઆરી 2024ના રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ ખાતે યોજાઇલ હતી. જેમાં દક્ષિણ ઝોનના 7 જિલ્લાના બાળકોએ બાળ વાર્તા સ્પર્ધા, વાર્તા કથન સ્પર્ધા અને વાર્તા નિર્માણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં નવસારી જિલ્લામાંથી ધોરણ 1 અને 2ની બાળ વાર્તા સ્પર્ધાનું પ્રતિનિધીત્વ વાંસદાની રંગપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થી તક્ષ નીતિન પાઠકે કર્યુ હતુ. જેમાં તક્ષ પાઠકે પ્રથમ નંબર મેળવી શાળા અને જિલ્લાનું નામ રોશન કર્યું છે. જે હવે રાજ્ય કક્ષાની બાળ વાર્તા સ્પર્ધામાં દક્ષિણ ઝોનનું પ્રતિનધિત્વ કરશે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top