મહેસાણાની માનસી પટેલ માત્ર ૧૯ વર્ષની નાની ઉંમરમાં પાયલોટ બની બાળપણનું સ્વપ્ન સાકાર કર્યું.

SB KHERGAM
0

 

મહેસાણાની માનસી પટેલ માત્ર ૧૯ વર્ષની નાની ઉંમરમાં  પાયલોટ બની બાળપણનું સ્વપ્ન સાકાર કર્યું.

તમામ બાળકો બાળપણમાં મોટા થઈને કંઈક બનવાનું સપનું જોતાં હોય છે. ઘણા લોકો એવા હોય છે જે, મહેનત અને પરિશ્રમ  દ્વારા સપનાને સાકાર કરવામાં સફળતા મેળવે છે. તેજ રીતે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના લક્ષ્મીપુરા ગામની 19 વર્ષીય માનસીએ પોતાનું બાળપણનું સપનું પાયલોટ બનીને પૂર્ણ કર્યું છે. પાયલોટ બનીને આવતા પરિવારમાં ખુશીની લહેર જોવા મળી હતી. માનસીનાં પરિવાર સહિત ગ્રામજનોએ ઢોલ નગારા સાથે માનસીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

મહેસાણાના કડી તાલુકામાં આવેલું લક્ષ્મીપુરા ગામની 19 વર્ષીય માનસીએ પાયલોટ બનીને પોતાના પરિવાર અને ગામનું ગૌરવ વધાર્યું છે. માનસી સંદીપ કુમાર પટેલે સાઉથ આફ્રિકામાં પાયલોટનો અભ્યાસ પૂર્ણ કરી પોતાના માદરે વતન પરત ફરી છે. ગામની દીકરી પાયલોટ બનતા પરિવાર સહિત ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ગામમાં તેનું ઉલ્લાસભેર ઢોલ નગારાના તાલે સ્વાગત કરવામાં આવ્યું હતું. માનસીના પિતા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. લક્ષ્મીપુરા ગામમાં માત્ર 1000 લોકોની વસ્તી છે.

લક્ષ્મીપુરા ગામની માનસી પટેલે પોતાનું પ્રાથમિક શિક્ષણ કડી P.M.G આદર્શ હાઈસ્કુલમાં પૂર્ણ કર્યું હતું. 11 અને 12 માં ધોરણ સુધી ગાંધીનગર સરગાસનમાં આવેલી સ્કૂલ ઓફ અચીવરમાં પૂર્ણ કર્યું હતું. ધોરણ 12 માં સારા ગુણ મેળવી કોમર્શિયલ પાયલોટ( CPL)ના અભ્યાસ અર્થે તે સાઉથ આફ્રિકામાં ગઈ હતી. 10 મહિનાનો કોર્સ પૂર્ણ કરી પાયલોટ બની તે પોતાના વતન પરત ફરી છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top