નવસારી કલેક્ટરશ્રીના હસ્તે ધો.૧૦, ૧૨ ના જાહેર બોર્ડના પરીક્ષાર્થીઓના શૈક્ષણિક અને માનસિક માર્ગદર્શન માટે ' પરીક્ષાસાથી ' હેલ્પલાઇન શરૂ કરવામાં આવી.

SB KHERGAM
0

  


 નવસારી કલેક્ટરશ્રીના હસ્તે ધો.૧૦, ૧૨ ના જાહેર બોર્ડના પરીક્ષાર્થીઓના  શૈક્ષણિક અને માનસિક માર્ગદર્શન માટે ' પરીક્ષાસાથી ' હેલ્પલાઇન શરૂ કરવામાં આવી.

આદરણીય કલેક્ટરશ્રી અમિત પ્રકાશ યાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ અને એમનાં હસ્તે આગામી જાહેર બોર્ડની પરિક્ષામાં ધો-10 અને 12 ના વિદ્યાર્થીઓ ને શૈક્ષણિક અને માનસિક રીતે મદદરૂપ થવા  "પરીક્ષાસાથી" હેલ્પલાઇન તા:1/01/2024 થી તા:30/03/2024 સુધી શરૂ કરવામાં આવેલ છે. 

નવસારી જિલ્લામાં આવેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સંકુલોમાં આગામી માર્ચ-2024 માં ધો-10 અને ધો-12 ના વિધાર્થીઓ બોર્ડની જાહેર પરીક્ષા આપનાર છે. જેથી સ્વાભાવિક રીતે વિધાર્થીઓ પરીક્ષા બાબતે માનસિક ડર, હતાશા,ચિંતા, ઉન્માદ અનુભવતા હોય છે. આ પ્રકારના લક્ષણો અને મૂંઝવણ નિવારવા તેમજ વિધાર્થીઓ તણાવમુકત તેમજ હકારાત્મક વલણ સાથે કારકિર્દીની સીમાચિન્હરૂપ જાહેર પરીક્ષામાં જવલંત સફળતા પ્રાપ્ત કરે તેવા ઉમદા હેતુથી વિધાર્થીઓના માર્ગદર્શન માટે પરીક્ષાસાથી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જે હેલ્પલાઇનમાં મનોચિકિત્સક, કાઉન્સેલર તેમજ વિવિધ વિષયોના વિષય નિષણાંત માર્ગદર્શન માટે રહેશે. ધો-10 તેમજ ધો-12 સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહના વિવિધ વિષયોના જે વિષય શિક્ષકોની સ્વેછાએ આ હેલ્પલાઇન થકી આ ભગીરથ કાર્ય માટે સમંત થયા છે તે વિષય નિષણાંતોના ફોન નંબર સાથેની યાદી આ સાથે સામેલ છે. આ વિગતો શાળાના નોટીસબોર્ડ પર પણ ઉપલબ્ધ  મળશે. વિદ્યાર્થી અને વાલીઓને અમારી નમ્ર અપીલ છે કે “પરીક્ષા સાથી” હેલ્પલાઇનનો ઉપયોગ કરી વિદ્યાર્થીને મુઝવતા પ્રશ્નો માટે માર્ગદર્શન મેળવો.





Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top