ખેરગામ પાટી ગીતા મંદિરના વિદ્યાર્થીઓ ખો-ખોની સ્પર્ધામાં પ્રથમ ક્રમે.
ખેલ મહાકુંભ-૨માં ખેરગામ તાલુકાકક્ષાની અન્ડર-૧૭ ખો-ખો રમતનુ આયોજન ગીતા મંદિર માધ્યમિક શાળા પાટીમાં થયું હતુ. જેમાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ગીતા મંદિર માધ્યમિક શાળાનાં ખેલાડીઓના અદ્દભુત કૌશલ્યો સાથે સમગ્ર ખેરગામ તાલુકામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. જેમાં ટીમ કપ્તાન પટેલ દિક્ષીતકુમારની રમતે સમગ્ર પ્રેક્ષકોનુ ધ્યાન આકર્ષિત કર્યું હતુ.
શાળા તથા પાટી ગામનું સમગ્ર તાલુકામાં નામ રોશન કરનાર તમામ ખેલાડીઓને શાળાનાં આચાર્ય રાકેશ બી. પટેલ શાળા પરિવાર તથા ટ્રસ્ટ મંડળનાં ઉપપ્રમુખ વાલજી આર. સોલંકીએ અભિનંદન પાઠવી. અગામી દિવસોમાં જિલ્લાકક્ષાની રમતમાં પણ સિધ્ધિ મેળવે એવા શુભ આશિષ આપ્યા હતા.