વાપી સોશ્યલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ કિરણ રાવલ દ્વારા ગરીબ બાળકોને પતંગ અને ફીરકીનું વિતરણ કરવામાં આવ્યું.

SB KHERGAM
0

 વાપી સોશ્યલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કિરણ રાવલ દ્વારા ગરીબ બાળકોને વિનામૂલ્યે પતંગ અને ફીરકીનું વિતરણ કરવામાં આવ્યું.

  • અંદાજિત ૩૫૦૦ પતંગ તેમજ ૮૦૦ જેટલી દોરીની ફિરકી તેમજ લાડુના પેકેટનું વિતરણ.

દેશનું ભવિષ્ય કહેવાતા એવા નાના બાળકો જેમને દરેક ત્યોહાર આવતાની સાથે પોતાના ચહેરા પર ખૂબ જ ખુશી આવી જાય છે એવામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વાપી સોશ્યલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કિરણ રાવલ દ્વારા વાપીની આજુ બાજુ વિસ્તાર માં રહેતા મધ્યમવર્ગીય પરિવારોના નાના બાળકો ને ધ્યાને રાખી આ વખતે પતંગ, ફિરકી અને ચીકીના લાડવાનું વિના મૂલ્યે વિતરણ કર્યું હતું આમ વાપીના અંતરાલ વિસ્તારમાં ટ્રસ્ટ ના કિરણ રાવલ દ્વારા નાના બાળકો ને પતંગ, ફિરકી તેમજ ચીકીના લાડવા આપ્યા હતા આમ આગામી તહેવાર ઉતરાયણ ને દયાનમાં રાખી દર વર્ષ જેમ આ વર્ષે પણ અંદાજિત ૩૫૦૦ પતંગ તેમજ ૮૦૦ જેટલી દોરીની ફિરકી તેમજ લાડુના પેકેટનું વિતરણ કર્યું હતું આમ વાપી સોશ્યલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ કિરણ રાવલના આ સેવાકાર્યથી નાના બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Post courtesy: apnu vapi fb

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top