ધરમપુર કાકડકૂવાની દીકરી આયુષી GPSC પાસ કરી આસિસ્ટન્ટ કમિશનર સ્ટેટ ટેકસ ક્લાસ -1, નાણાં વિભાગમાં પોસ્ટીગ.

SB KHERGAM
0

ધરમપુર કાકડકૂવાની દીકરી આયુષી GPSC પાસ કરી આસિસ્ટન્ટ કમિશનર સ્ટેટ ટેકસ ક્લાસ -1, નાણાં વિભાગમાં પોસ્ટીગ.

          કુમારી આયુષી ગોવિંદભાઈ પટેલ કે,જેઓ કાકડકુવા ,તા.ધરમપુર,જી.વલસાડ ના વતની છે.હાલમાં GPSC ના જાહેર થયેલા પરિણામમાં સિલેક્ટ થયા છે.

જેમાં કુમારી આયુષીને આસિસ્ટન્ટ કમિશનર સ્ટેટ ટેકસ ક્લાસ -1, નાણાં વિભાગમાં પોસ્ટીગ મેળવ્યું છે.આયુષીના પિતા ગોવિંદભાઈ પટેલ હયાત નથી. માતા ઘરકામ કરે છે.આયુષી અગાઉ પણ ત્રણ ત્રણ જોબ મેળવી ચૂકી છે.

સૌ પ્રથમ જુનિયર ક્લાર્ક DGVCL માં ડેપ્યુટી સેક્શન અધિકારી, શિક્ષણ વિભાગમાં,ત્યારબાદ સહાયક સબ રજીસ્ટાર વર્ગ -2 ખેતીવાડી,ખેડૂત કલ્યાણ અને કો ઓપરેશન વિભાગમાં સર્વિસ મેળવી ચૂકી છે.તેમ છતાં કહેવાય છે કે,સખત પરિશ્રમ અને ઉચ્ચ ધ્યેય નું જેનું લક્ષ્ય હોઈ તેને આસમાન પણ નાનું પડતું હોઈ છે.એવા જ બુલંદ હોંશલા સાથે આયુષીએ પોતાની ઉજ્જવળ કારકિર્દીની કેડીને રુંધાવા ના દેતા અવિરત દિનરાત મહેનત કરી,આ સિદ્ધિ હાંસલ કરી છે. 

અહીં એકવાત ખાસ નોંધવા જેવી છે કે,આયુસીએ એક પણ જાહેર પરીક્ષાની તૈયારી કરાવતા કોચિંગ ક્લાસની ટ્રેનીંગ પણ લીધી નથી.આજના સતત ને અવિરત હરિફાઈના જમાનામાં પણ આવું સ્વબળે સાહસ કરી  GPSC ની પરીક્ષા પાસ કરવી લોઢાના ચણા ચાવવાથી ક્યાંય કમ તો નથી જ. આવી રીતે આયુષી એ એકવાત સાબિત કરી આપી છે કે,માણસ ભલે ગમે તે સમાજના હોઈ,ચાહે તે સ્ત્રી હોઈ કે પુરુષ હોઈ સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ હોતો નથી.તે અહી સાબિત થયું કહેવાય.

 કુ.આયુષીને એમના પરિવારનું, કાકડકુવા ગામનું અને આદિવાસી સમાજનું નામ રોશન કરવા બદલ ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ. છતાં પેલી કહેવત છે ને કે,સિદ્ધિ તેને જઈ વરે જે,પરસેવે ન્હાય.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top