રૂઝવણીના આદિવાસી સમાજ સેવક ઈશ્વરભાઈએ ખેરગામ તાલુકાના પ્રશ્નોને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત.

SB KHERGAM
0


રૂઝવણીના આદિવાસી સમાજ સેવક ઈશ્વરભાઈએ  ખેરગામ તાલુકાના પ્રશ્નોને  મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત.

ખેરગામ રૂઝવણીના ઈશ્વરભાઈ બરજુલભાઈ પટેલ જેઓ ગાંધીનગર ખાતે અધિકારીની ફરજ બજાવી ચૂક્યા છે, ચાલુ ફરજ દરમ્યાન પણ તેઓ આદિવાસી સમાજને ઉપયોગી થયા  છે, અને નિવૃત્તિ બાદ પણ તેઓ સમાજનું ઋણ અદા કરવા હંમેશા તત્પરતા બતાવે  છે. 

  ગાંધીનગર ખાતેનું તેમનું મકાન એક આદિવાસી સમાજ માટે 'ગેસ્ટ હાઉસ'  તરીકે  ઘણા મુલાકાતીઓએ લાભ લીધો હતો. તેઓ ગાંધીનગર સ્થાયી થયા પછી પણ પ્રજાના પ્રશ્નો માટે અનેક મંત્રી કાર્યાલયમાં જઈ પ્રશ્નોનો રુબરુ મુલાકાત કરી ઉકેલ લાવ્યા હતા.

તા.૨૦-૧૧-૨૩ ના રોજ માન.શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્ય મંત્રીશ્રી ને વલસાડ ખેરગામ માર્ગના ઔરંગા નદી પર જૂના પુલ ની જગ્યાએ નવો પુલ બનાવવા ડિસેમ્બર ૨૦૨૦ થી રજૂઆત કરેલ છે તેનું સર્વેનું કામ વર્ષ ૨૧- ૨૨માં કરેલ છે તેને મંજૂરી આપવા, તથા ચીમનપાડા અને મરઘમાળ ગામને જોડતો તાન નદી પરના જૂના કોઝવેની જગ્યાએ નવો પુલ બનાવવા રજૂઆત કરી હતી.

ભૂપેન્દ્ર સાહેબે ખુબ જસરસ રજૂઆત સાંભળી અને કામ મંજૂર કરવા માટે હકારત્મક વાત કરી હતી. અગાઉ ની રજૂઆત પ્રત્યે સર્વે થયેલ છે તેની ફાઈલ મંગાવી લઈશ એવું કહ્યું હતુ.કામ પૂર્ણ થાય ત્યાં સુધી. હું સતત સંપર્કમાં રહીશ. મુખ્ય મંત્રીજીને કહ્યું આ કામ માટે સાહેબ હું ત્રણ વરસ થી દોડું છું. તેમણે કહ્યું -હવે દોડવું નહિ પડે કામ થઈ જશે.

વિજ્ઞાન કોલેજના નવા મકાનના બાંધકામ બાબતે માર્ગ મકાન વિભાગના ચીફ એન્જિનિયર શ્રી સી પી પટેલ સાહેબ ને રજૂઆત કરી છે. વધુમાં ખેરગામ સરકારી આર્ટસ અને કોમર્સ. કોલેજના બિલ્ડિંગ અને હોસ્ટેલ ને બનાવ્યને ઘણા વરસ થઈ ગયાં છે.બિલ્ડિંગને રંગ રોગાન કરાવવા માટે સચિવશ્રી માર્ગ મકાન વિભાગ ને રજૂઆત કરી હતી. મારી ઉક્ત રજૂઆત દરમ્યાન સા.કાર્યકર ધીરુભાઈ સી પટેલ પણ સામેલ થયા હતા.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top