જાડેજાના આ નિર્ણયના કારણે ટીમને મળી સફળતા.

SB KHERGAM
0

India vs South Africa મેચ દરમ્યાન જાડેજાના આ નિર્ણયના કારણે ટીમને મળી સફળતા.

આ રીતે આવ્યો મેચમાં ટર્નિંગ પોઈન્ટ

વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયા ખૂબ જ સારૂ પ્રદર્શન કરી રહી છે. સાઉથ આફ્રીકા સામે મુકાબલો જોરદાર હશે તેવી લોકોએ આશા રાખી હતી. પરંતુ ઈન્ડિયન બોલરે મેચ એક તરફી કરી નાખી હતી. તેમાં સૌથી મોટુ યોગદાન સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું હતું.

 Video Credit:  facebook 


જાડેજાએ કરી રિવ્યૂ કરાવવાની જીદ.

સાઉથ આફ્રીકાની ઈનિંગ્સની 13મી ઓવર રવિન્દ્ર જાડેજા નાખી રહ્યા હતા. ઓવરનો પાંચમો બોલ સીધો હેનરિક ક્લાસેનના પેડને અથડાયો. ડિસીઝન આપવામાં આવ્યું નોટઆઉટ. એમ્પાયરનો નિર્ણય જોઈ જાડેજા ચોંકી ઉઠ્યા હતા. તે વિકેટકીપર કેએલ રાહુલની પાસે પહોંચીને રિવ્યૂનો ઈશારો કરવા લાગ્યા. 

પરંતુ રાહુલને પણ લાગ્યું કે બોલ બહાર જઈ રહ્યો હતો. પરંતુ જાડેજા ન માન્યા અને સીધા રોહિત શર્મા સાથે વાત કરવા ગયા અને તેમના પાસે રિવ્યૂની માંગ કરવા લાગ્યા. જાડેજાનો કોન્ફિડન્સ જોઈ રોહિત શર્મા પણ પોતાને રિવ્યૂ કરાવવાથી રોકી ન શક્યા.

થર્ડ એમ્પાયરનો નિર્ણય

જ્યારે બિગ સ્ક્રીન પર થર્ડ એમ્પાયરની તરફથી નિર્ણય કરવામાં આવ્યો તો ઈન્ડિયન ફેંસ ખુશ થઈ ગયા. બોલ સીધો લેગ સ્ટંપથી અથડાયો. ફીલ્ડ અમેપ્યારને આખરે પોતાનો નિર્ણય બદલવો પડ્યો અને તેમણે ક્લાસેનને આઉટ આપ્યો. ક્લાસેનના ફોર્મને જોતા મેચમાં ઈન્ડિયન ટીમ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. 


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top