વિરાટ કોહલીએ પોતાના જન્મ દિવસે શતક ફટકારી ક્રિકેટ ચાહકોને ભેટ ધરી.

SB KHERGAM
0

 

    Image source: BCCI 

વિરાટ કોહલીએ પોતાના જન્મ દિવસે શતક ફટકારી ક્રિકેટ ચાહકોને ભેટ ધરી.

જન્મ દિવસ પર સદી ફટકારનાર વિરાટ કોહલી બન્યો સાતમો ખેલાડી.

ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ અંતે 49મી સેન્ચુરી ફટકારી છે. ખાસ વાત એ રહી કે વિરાટ કોહલીએ આ રેકોર્ડ પોતાના 49માં જન્મદિવસે જ બનાવ્યો છે. વિરાટ કોહલીએ કોલકતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા સામેની મેચમાં પોતાની વનડે કારકિર્દીની 49મી સેન્ચુરી ફટકારી. 

આ સદીની સાથે જ તેણે સચિન તેંડુલકરના સૌથી વધુ સેન્ચુરીના રેકોર્ડની બરોબરી કરી લીધી છે. વર્લ્ડકપ 2023માં વિરાટ કોહલીની આ બીજી સેન્ચુરી છે. આ પહેલા કોહલીએ પોતાની 48મી સેન્ચુરી બાંગ્લાદેશ સામે ફટકારી હતી.

 વિરાટ કોહલી 49મી સેન્ચુરી ફટકારે તેની લોકો આતુરતાપૂર્વક રાહ જોતા હતા.

 વર્ષ 2023માં વિરાટ કોહલીએ કુલ પાંચ સેન્ચુરી મારી છે. જ્યારે વિશ્વકપ 2023માં તેની આ બીજી સદી છે. વિરાટ કોહલીને આ પહેલા પણ વિશ્વકપ 2023માં રેકોર્ડ 49મી સેન્ચુરી બનાવવાની તક મળી હતી પરંતુ તે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં 95 રને આઉટ થઈ ગયો હતો. જે બાદ લાગી રહ્યું હતું કે શ્રીલંકા સામે પોતાની 49મી સેન્ચુરી મારશે પરંતુ તે વખત પણ તે 12 રનથી ચૂક્યો હતો. વિરાટ કોહલી શ્રીલંકા સામે 88 રને આઉટ થયો હતો. 


Image source : BCCI 

સાઉથ આફ્રિકાની મેચમાં વિરાટ કોહલીએ સચિન તેંડુલકરની 49મી સદીની બરોબરી કરી.

સચિને બાંગ્લાદેશ સામે ફટકારી હતી પોતાના કારકિર્દીની છેલ્લી સેન્ચુરી ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે વનડે ઈન્ટરનેશનલમાં પોતાની 49મી અને છેલ્લી સેન્ચુરી બાંગ્લાદેશ સામે મીરપુરમાં ફટકારી હતી. સચિન તેંડુલકરે આ ઇનિંગમાં 147 બોલ રમતા 114 રન કર્યા હતા. તો વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં 119 બોલનો સામનો કરતા પોતાની સેન્ચુરી પુરી કરી છે. વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં શ્રીલંકા સામે સૌથી વધુ 10 સેન્ચુરી ફટકારી છે.

સૌથી વધુ સેન્ચુરી બનાવવામાં ટોપ-૩ પર ભારતીય બેટ્સમેન

વનડે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ સેન્ચુરી બનાવનાર બેટ્સમેનની વાત કરીએ તો પહેલા ત્રણ સ્થાન પર ભારતીય બેટ્સમેનનો કબજો છે. સચિન તેંડુલકર અને વિરાટ કોહલીના નામે વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 49-49 સેન્ચુરી છે. જ્યારે ત્રીજા નંબરે ભારતીય કેપ્ટન રોહિત શર્મા છે. રોહિત શર્માએ વનડે ક્રિકેટમાં 31 સેન્ચુરી લગાવી છે. આ લિસ્ટમાં ચોથા નંબરે ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ છે. રિકી પોન્ટિંગે વનડે ક્રિકેટમાં 30 સેન્ચુરી ફટકારી છે. જ્યારે પાંચમા નંબરે સનથ જયસૂર્યા છે જેણે વનડે ક્રિકેટમાં 28 સેન્ચુરી લગાવી છે.

  • વનડેમાં સૌથી વધુ સેન્ચુરી ફટકારનાર બેટ્સમેન
  • વિરાટ કોહલી - 49 સેન્ચુરી (277 ઈનિંગ)
  • સચિન તેંડુલકર - 49 સેન્ચુરી (452 ઈનિંગ)
  • રોહિત શર્મા - 31 સેન્ચુરી (251 ઈનિંગ) -
  • રિકી પોન્ટિંગ - 30 સેન્ચુરી (365 ઈનિંગ)
  • સનથ જયસૂર્યા - 28 સેન્ચુરી (433 ઈનિંગ)


વર્લ્ડ કપ ૨૦૨૩ની ૩૭મી મેચ છે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. આ મેચમાં વિરાટ કોહલીએ પોતાના જન્મદિવસ પર શાનદાર સદી ફટકારી હતી. 

વિરાટ ૩૫ વર્ષનો થઈ ગયો છે. પોતાના જન્મદિવસ પર જ વિરાટે દક્ષિણ આફ્રિકા સામે સદી ફટકારી હતી. 

આ સાથે તેણે વનડેમાં સચિન તેંડુલકરની ૪૯ સદીની બરાબરી કરી લીધી હતી. વિરાટે પોતાના જન્મદિવસ પર આ રેકોર્ડની બરાબરી કરીને પોતાના ફેન્સને એક ખાસ ભેટ આપી હતી. 

વિરાટના નામે અત્યાર સુધી ૪૯ વન-ડે સદી . આ વર્લ્ડકપમાં અત્યાર સુધી વિરાટે ૮૫ રન, અણનમ ૫૫, ૧૬ રન, ૧૦૩ અણનમ, ૯૫ ૨ન, શૂન્ય, ૮૮ રન અને ૧૦૦* રનની ઇનિંગ્સ રમી છે. 

આજે સદી ફટકારીને કોહલી વન-ડેમાં પોતાના જન્મદિવસ પર સદી ફટકારનાર સાતમો ખેલાડી બની ગયો છે.


વિરાટ કોહલીઃ 


સાઉથ આફ્રિકા સામે પ્લેયર ઓફ ધ મેચ બનેલા વિરાટ કોહલી પોતાના જન્મદિવસ પર ODI સદી ફટકારનાર 7મો ખેલાડી બન્યો હતો. કોલકાતામાં રનમશીને 101 રન બનાવ્યા હતા.

મિચેલ માર્શઃ 

ઓસ્ટ્રેલિયાનો મિચેલ માર્શ પોતાના જન્મદિવસ પર સદી ફટકારનાર છઠ્ઠો ખેલાડી છે. તે જ વર્ષે માર્શે તેના 32માં જન્મદિવસે પાકિસ્તાન સામે 121 રનની સદી ફટકારી હતી.

ટોમ લાથમઃ 

ન્યૂઝીલેન્ડના ટોમ લાથમે 2022માં હેમિલ્ટનમાં નેધરલેન્ડ સામે 140 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ દિવસે લાથમનો 30મો જન્મદિવસ હતો.

રોસ ટેલરઃ 

ન્યૂઝીલેન્ડના રોસ ટેલરે તેના 27માં જન્મદિવસ પર પાકિસ્તાન સામે 131 રનની ઇનિંગ રમી હતી. તેણે 2011ના વર્લ્ડ કપમાં આ સિદ્ધિ મેળવી હતી.

સનથ જયસૂર્યાઃ 

સનથ જયસૂર્યા પોતાના જન્મદિવસ પર સદી ફટકારવાનું કારનામું કરનાર ત્રીજા ખેલાડી છે. 2008માં, તેના 49મા જન્મદિવસ પર, જયસૂર્યાએ કરાચીમાં ભારત સામે 130 રન બનાવ્યા હતા.

સચિન તેંડુલકરઃ 

પોતાના જન્મદિવસ પર સદી ફટકારનાર ખેલાડીઓની યાદીમાં સચિન તેંડુલકરનું નામ બીજા નંબરે આવે છે. 1998માં તેના 25માં જન્મદિવસે સચિનના બેટથી ઓસ્ટ્રેલિયા સામે 134 રન થયા હતા.

વિનોદ કાંબલીઃ 

પોતાના જન્મદિવસ પર પ્રથમ ODI સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ વિનોદ કાંબલીના નામે છે. 1993માં, કાંબલીએ ઈંગ્લેન્ડ સામે અણનમ 100 રનની સદી ફટકારીને પોતાનો 21મો જન્મદિવસ ઉજવ્યો.

 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top