ઘેકટી ગામે શિક્ષણની જ્યોત જગાવનારી પ્રાથમિક શાળાનો ૧૦૨’મો સ્થાપના દિવસ ઉજવાયો.

SB KHERGAM
0

 ઘેકટી ગામે શિક્ષણની જ્યોત જગાવનારી પ્રાથમિક શાળાનો ૧૦૨’મો સ્થાપના દિવસ ઉજવાયો.

ચીખલી તાલુકા નાં ઘેકટી ગામે શનિવાર સવારે પ્રાથમિક શાળાના ૧૦૨’માં સ્થાપના દિવસની વૃક્ષારોપણ અને સેવાભાવી કાર્યો સાથે યાદગાર ઉજવણી કરાઈ હતી. શાળા ના ભૂતપૂર્વ વિધાર્થીઓ અને અગ્રણીઓએ જુના સંસ્મરણો તાજા કર્યા હતા.

ઘેકટી ગામે વર્ષ ૧૯૧૯ એટલે કે ૧૦ દાયકાથી શિક્ષણ ની જ્યોત જગાવનારી પ્રાથમિક શાળા નો શનિવારે ૧૦૨'મો સ્થાપના દિવસ ઉજવાયો હતો. આ પ્રસંગે શાળાના ભૂતપૂર્વ વિધાર્થીઓ, અગ્રણી અને વડીલો એ બાળપણનાં અનેક જુના સંસ્મરણો તાજા કર્યા હતા. 

વક્તાઓએ વર્તમાન સમયમાં શિક્ષણ કેટલું ઉપયોગી છે અને તેનું શું મહત્વ છે તે સમજાવી બાળકોને મન લગાવી અભ્યાસ કરવા હાકલ કરી હતી. આ પ્રસંગે ગામ નાં ઈન્ચાર્જ સરપંચ સુનીલ ૫ટેલ, અગ્રણી અરવિંદ પટેલ, નવીન પટેલ, ગ્રામપંચાયત અને એસએમસી નાં સભ્યો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. 

વિદ્યાર્થીઓએ કેક કાપી શાળાનો બર્થડે મનાવ્યો હતો. શાળાના મુખ્ય શિક્ષક રમેશભાઈ પટેલએ શાળાનો અહેવાલ રજૂ કર્યો હતો. શાળા પરીવારે ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top