પોમાપાળ પ્રાથમિક શાળામાં ગૌરવ અને દેશપ્રેમ સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી

SB KHERGAM
0

 પોમાપાળ પ્રાથમિક શાળામાં ગૌરવ અને દેશપ્રેમ સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી.

પોમાપાળ પ્રાથમિક શાળામાં ૭૭મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહભર્યા અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવી. આ પ્રસંગે શાળાની દીકરી તન્વીબેન સુરેશભાઈ પટેલના કરકમળે ધ્વજવંદન કરવામાં આવ્યું.

પ્રજાસત્તાક પર્વના અવસરે ગામની લક્ષ્મીરૂપ દીકરીઓ જેન્સી રિતેશભાઈ પટેલ અને હેસ્વી પ્રતીકભાઈ પટેલને વિશેષ સન્માન આપી દીકરી ગૌરવને પ્રોત્સાહન આપવામાં આવ્યું.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીતની સુંદર રજૂઆત કરવામાં આવી. બંધારણ દિવસ અંતર્ગત કાવ્યપઠન, સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગ માટેની પ્રતિજ્ઞા તેમજ દેશભક્તિ ગીતોની મનોહર પ્રસ્તુતિઓએ ઉપસ્થિત સૌને ભાવવિભોર કર્યા.


વિદ્યાર્થીઓએ “ઓ દેશ મેરે” અને “દેશ રંગીલા” જેવા લોકપ્રિય દેશભક્તિ ગીતો રજૂ કર્યા. ઉપરાંત બાળ નાટકમાં તોફાની વિદ્યાર્થી અને ભૂલકણી જેવા હાસ્યસભર પાત્રોની રજૂઆતથી સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું. બાળકો દ્વારા વક્તવ્ય અને બાળવાર્તાની રજૂઆત પણ કરવામાં આવી, જેના થકી તેમની મૌખિક અભિવ્યક્તિ ક્ષમતાનો સમાજ સમક્ષ પરિચય મળ્યો.


દેશભક્તિ ગીતોની પ્રસ્તુતિએ સૌને મંત્રમુગ્ધ કર્યા. આ રીતે પોમાપાળ પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી દેશપ્રેમ, સંસ્કાર અને આનંદનો સંદેશ આપતી સફળતાપૂર્વક સંપન્ન થઈ.

#RepublicDay #77thRepublicDay #RepublicDayCelebration #PomapalPrimarySchool #SchoolCelebration #ProudMoment #IndianConstitution #ConstitutionDay #PatrioticSpirit #NationFirst #UnityInDiversity #FutureOfIndia #GirlChildEmpowerment #BetiBachaoBetiPadhao #StudentsTalent #CulturalProgram #Patriotism #ProudToBeIndian

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top