કપરાડાના પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પ્રકાશ પટેલના અચાનક અવસાનથી શિક્ષણ જગતમાં શોક છવાયો.
કપરાડા તાલુકાના પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને અરનાઈ શાળાના માજી આચાર્ય પ્રકાશ પટેલના આકસ્મિક અવસાનથી સમગ્ર શિક્ષણ જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. શિક્ષણ ક્ષેત્રમાં તેમની નિષ્ઠા, કાર્યનિષ્ઠા અને વિદ્યાર્થીઓ પ્રત્યેની લાગણી માટે તેઓ પ્રસિદ્ધ હતા. હાલમાં તેઓ ધરમપુર તાલુકાના સિદુંબર ભટાડ ફળિયા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા.
શાળા શરૂ થવાનાં બે દિવસ પહેલાં જ તેમનું અચાનક નિધન થતાં સહકર્મચારીઓ અને વિદ્યાર્થીઓમાં શોકની લહેર ફરી વળી હતી. કપરાડા અને ધરમપુરના શિક્ષણ પરિવારે તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
શિક્ષણ ક્ષેત્રમાં તેમણે અનેક નવી પહેલો કરી હતી અને શિક્ષકોમાં એકતા અને પ્રેરણા ફેલાવી હતી. તેમના અંતિમ સંસ્કાર વલસાડ તાલુકાના અટગામ ગામ ખાતે કરવામાં આવ્યા હતા, જેમાં જિલ્લાભરના શિક્ષકો, શિક્ષણ સંઘના હોદ્દેદારો અને ગામલોકોએ ઉપસ્થિત રહી અંતિમ વિદાય આપી હતી.
શિક્ષણ ક્ષેત્રે તેમનું અવિસ્મરણીય યોગદાન હંમેશા યાદ રહેશે.
પરમ કૃપાળુ પરમાત્મા તેમની આત્માને શાંતિ અર્પે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. 💐


