Dang: ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા બાળકો માટે પ્લાસ્ટિક વેસ્ટ ટ્રેનિંગ વર્કશોપનુ કરાયુ આયોજન.

SB KHERGAM
0

 

Dang: ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા બાળકો માટે પ્લાસ્ટિક વેસ્ટ ટ્રેનિંગ વર્કશોપનુ કરાયુ આયોજન.

 ગીર ફાઉન્ડેશન-ગાંધીનગર પ્રેરિત, અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા આયોજિત, તેજસ્વિની સંસ્કૃતિ ધામ-વાસૂર્ણાં ખાતે ડાંગ જિલ્લામાં પ્લાસ્ટિક કચરાના નિકાલ, તેમજ ડાંગ જિલ્લાની પ્રકૃતિ, સોંદર્યના સંરક્ષણ અને સંવર્ધન માટે 101 WAY TO REUSE PLASTIC WASTE TRAINING WORK SHOP નું આયોજન કરવામાં આવ્યું હતુ.

વર્કશોપમા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના રીસોર્સ સલાહકાર શ્રી રતિલાલ સુર્યવંશી દ્વારા શાળાના બાળકોને પ્લાસ્ટિક વપરાશના ગેરફાયદાઓ, અને આડ અસરો, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, પ્લાસ્ટિકના વિવિધ કચરાનું રિસાકલિંગ દ્વારા વિવિધ વસ્તુઓ બનાવવા અંગેનુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. 

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જીગ્નેશભાઈ ત્રિવેદી દ્વારા કચરાના નિકાલની માહિતી પુરી પાડવામાં આવી હતી. તેજસ્વિની સંસ્કૃતિ ધામ, વાસુર્ણાંના સુશ્રી હેતલદીદી દ્વારા બાળકોને પ્રકૃતિ સાથે આધ્યાત્મિક પ્રેરણા આપવામાં આવી હતી. 


આ વર્કશોપમા જિલ્લાની કુલ ૧૦ પ્રાથમિક શાળાઓના ૯૦ બાળકો અને ૧૦ માર્ગદર્શક શિક્ષકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નરેન્દ્રભાઇ ઠાકરે, કેળવણી નિરીક્ષકશ્રીઓ, શાળાના આચાર્યશ્રીઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૧-૨-૨૦૨૪

Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top