Dang: આહવાની સરકારી વિનયન અને વાણિજય કોલેજ ખાતે “તમાકુ નિયંત્રણ” અંગેનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

SB KHERGAM
0

 

Dang: આહવાની સરકારી વિનયન અને વાણિજય કોલેજ ખાતે “તમાકુ નિયંત્રણ” અંગેનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

 સરકારી વિનયન અને વાણિજય કોલેજ-આહવા દ્વારા કોલેજના NSS વિભાગ અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે, “તમાકુ નિયંત્રણ” અંગેનો જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 

જેમા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હિમાશું ગામીતના માર્ગદર્શન હેઠળ, NTCP સોશિયલ વર્કર શ્રીમતી રસીલાબેન ચૌધરીએ, દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી તમાકુના સેવનથી થતા રોગો, અને નુકશાન વિશે વિસ્તૃત માહિતી પુરી પાડી, વિદ્યાર્થીઓને વ્યસનથી મુક્ત થવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. 

કોલેજના આચાર્યશ્રી ડૉ.યુ.કે.ગાંગુર્ડે દ્વારા પણ વિદ્યાર્થીઓમાં વ્યસનથી થતા રોગો વિશે માહિતી આપવામાં આવી હતી. આ સાથે જ અહિં કોલેજના મેઈન ગેટ ઉપર તમાકુના સેવન પર પ્રતિબંધ અને તમાકુના સેવનથી મુક્ત સંસ્થાનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કોલેજના ૩૨૩ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એન.એસ.એસ. ના પ્રોગ્રામ ઓફિસરશ્રી ડૉ.જયેશભાઈ ગાવિત તથા પ્રા.ઉમેશભાઈ હડસ દ્વારા કરવામા આવ્યુ હતું.

(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૦૧-૦૨-૨૦૨૪

Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top