Valsad: રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે આજે વલસાડ કલેકટર કચેરીમાં ‘‘તેજસ્વિની પંચાયત’’ યોજાશે.

SB KHERGAM
0

 Valsad: રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે આજે વલસાડ કલેકટર કચેરીમાં ‘‘તેજસ્વિની પંચાયત’’ યોજાશે.

  • દીકરીઓના જન્મ, શિક્ષણ, આરોગ્ય, પોષણ, સલામતી, સુરક્ષા અને નેતૃત્વના મુદ્દા પર ચર્ચા થશે.

દીકરીઓને પ્રોત્સાહન મળે તેવા શુભ આશય સાથે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો, ગુજરાત વિધાનસભાના સંયુકત ઉપક્ર્મે તા. ૨૪/૦૧/૨૦૨૪ને બુધવારના રોજ “રાષ્ટ્રીય બાલિકા દિવસ” નિમિત્તે વિધાનસભાગૃહ ખાતે “તેજસ્વિની વિધાનસભા”નું આયોજન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે. જેમાં ઉદઘાટક પદે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને અતિથિ વિશેષ પદે સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા ઉપસ્થિત રહેશે. 

આ જ રીતે વલસાડ જિલ્લામાં પણ તા. ૨૪/૦૧/૨૦૨૪ને બુધવારના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે “રાષ્ટ્રીય બાલિકા દિવસ” નિમિત્તે “તેજસ્વિની પંચાયત”નું આયોજન વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં કરવામાં આવ્યું છે. આ આયોજન અંતર્ગત બાલિકા પંચાયત તથા તેજસ્વિની જિલ્લા ચેમ્પિયન દીકરીઓને પ્રોત્સાહન આપવા તથા દીકરીઓના જ્ન્મ, શિક્ષણ, આરોગ્ય, પોષણ તથા સલામતી, સુરક્ષા અને નેતૃત્વના વિકાસ જેવા મુદાઓ પરત્વે દિકરીઓ દ્વારા “તેજસ્વિની પંચાયત”માં ચર્ચા કરવામાં આવનાર છે. 

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૩ જાન્યુઆરી 


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top