Chikhli (Surakhai) સુરખાઈ ગામે 26 જાન્યુઆરીના રોજ સાંજે પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.
આ કાર્યક્રમમાં બાળકો દ્વારા સુંદર કૃતિઓ રજૂ થઈ હતી.બાળકોએ ઉપસ્થિત લોકોનું ભરપૂર મનોરંજન પૂરું પાડયું હતું. જેમાં આદિવાસી સમાજનું નૃત્યએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. સરકારી શાળાઓ પણ ટેલેન્ટ પડ્યું હોય તે એવા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા બહાર આવે છે. એક સરસ મઝાનો કાર્યક્રમ બાળકો દ્વારા રજૂ થયો હતો.
એમાં ઉપસ્થિત ગામના સરપંચ શ્રી ધીરુભાઈ પટેલ તેમજ ડેપ્યુટી સરપંચ ભાવિકભાઈ પટેલ ગામ પંચાયતના તલાટી શ્રી રીનાબેન પટેલ તેમજ ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ પટેલ તેમજ ચીખલી તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખ હિતેશભાઈ પટેલ તેમજ શાળાના આચાર્યશ્રી તેમજ શાળાના સ્ટાફ અને મુખ્ય મહેમાન શ્રી એવા ઠાકોર કાકા ,રમણ બાપા,શશી ભાઈ, ભરતભાઈ, નટુભાઈ, દિપક ભાઈ પટેલ, ડ્રો.પ્રદીપભાઈ સાહેબ ગામના વડીલો અને યુવા મિત્રો પણ હાજર હતા.