વલસાડ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ તા. ૧૧ અને ૧૨ જાન્યુ.એ કોમર્સ કોલેજ અને સંસ્કાર કેન્દ્રમાં યોજાશે.

SB KHERGAM
0

 

પ્રતિકાત્મક ઈમેજ

વલસાડ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ તા. ૧૧ અને ૧૨ જાન્યુ.એ કોમર્સ કોલેજ અને સંસ્કાર કેન્દ્રમાં યોજાશે.

ગુજરાત સરકારના રમત, ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે વલસાડ જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ ૨૦૨૩-૨૪ સંસ્કાર કેન્દ્ર તેમજ શાહ એન.એસ.કોમર્સ કોલેજ, વલસાડ ખાતે તા.૧૧ અને ૧૨ જાન્યુ. ૨૦૨૪ દરમ્યાન યોજાશે. જેમાં વલસાડ જિલ્લાના છ તાલુકામાંથી કલાકારો ઉત્સાહભેર લેશે. કપરાડાના અંતરિયાળ વિસ્તાર તેમજ ઉમરગામના છેડેથી તેમજ વાપી, પારડી, ધરમપુર, વલસાડની જુદી જુદી કુલ ૧૪ કૃતિઓના પ્રથમ વિજેતા કલાકારો જિલ્લા ક્ક્ષાએ ભાગ લેશે. જેમાં સીધી જિલ્લા કક્ષાએથી શરૂ થતી કૃતિઓ લોકવાર્તા, દોહા-છંદ-ચોપાઈ, સ્કુલ બેન્ડ, કથ્થક, કાવ્ય લેખન, ગઝલ શાયરી, સર્જનાત્મક કારીગરી, ઓરગન તથા શાસ્ત્રીય કંઠય સંગીત(હિન્દુસ્તાની) જેવી કુલ નવ કૃતિઓ યોજવામાં આવશે.

માહિતી સ્રોત: માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૮ જાન્યુઆરી 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top