મહુવાનાં કાઢલની કોલેજમાં દિવ્યાંગ બાળકો માટે પતંગોત્સવ ઉજવાયો.
શિક્ષા અને જિલ્લા પ્રોજેક્ટ કચેરી હેઠળના બી.આર.સી ભવન આઈ.ડી વિભાગ દ્વારા મહુવાના કાછલ ગામે આવેલી સરકારી વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ ખાતે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાની અધ્યક્ષતામાં દિવ્યાંગ બાળકો માટે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું.
જેમાં તમામ દિવ્યાંગ બાળકોને પતંગ, ફિરકી તથા તલના લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ઓળખકાર્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. તમામ દિવ્યાંગ બાળકોએ ડી.જે, ડાન્સ કર્યો હતો. આ પ્રસંગે નવનિયુક્ત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે.એમ.પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે.કે.ચોધરી, તાલુકા પંચાયત પ્રમુખ શીલાબેન પટેલ, તાલુકા વિકાસ અધિકારી પી સી માહલા, જિલ્લા પંચાયત સભ્ય જીનેશ ભાવસાર ઉપસ્થિત રહ્યા હતા.