પીએમ મોદીએ લક્ષદ્વીપમાં સ્નોરકેલિંગ, મોર્નિંગ વોકની શાનદાર તસવીરો શેર કરી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાતના અનુભવો સોશિયલ મીડિયા પર શૅર કરતા જણાવ્યું છે કે, હું હજુ પણ ત્યાંના દ્વીપોની અદ્ભુત સુંદરતા અને ત્યાંના લોકોના અવિશ્વસનીય ઉમળકાથી આશ્ચ ર્યચકિત છું, મને અગત્તી, બંગારામ અને કાવારત્તીમાં લોકો સાથે સંવાદની તક મળી. પ્રાકૃતિક સુંદરતા ઉપરાંત લક્ષદ્વીપની શાંતિ પણ મંત્રમુગ્ધ કરનારી છે, જેણે મને એ બાબતે વિચાર કરવાનો અવસર આપ્યો કે ૧૪૦ કરોડ ભારતીયોના કલ્યાણ માટે હજુ વધારે મહેનત કેવી રીતે કરવી? તેમણે લક્ષદ્વીપમાં સ્નોરકેલિંગની અને બીચ પર મોર્નિંગ વૉકની તસવીરો પણ શૅર કરતા કહ્યું કે જે લોકો રોમાંચ અપનાવવા ઇચ્છે છે તેમના લિસ્ટમાં લક્ષદ્વીપ હોવું જોઇએ.
PM મોદીની લક્ષદ્વીપની મુલાકાતે ગૂગલ પર સર્જ્યો વિક્રમ ગૂગલની 'બીચ ડેસ્ટિનેશન સર્ચ'માં ટોપ પર રહ્યું લક્ષદ્વીપ 3400% સર્ચમાં વધારો, ગૂગલની સર્ચમાં છેલ્લા 20 વર્ષમાં સૌથી વધુ વખત સર્ચ કરાયું, માલદીવના વિવાદ વચ્ચે PM મોદીના ફોટોએ વધારી વિશ્વની ઉત્સુકતા, માલદીવ કરતા લક્ષદ્વીપના વધારે સુંદર બીચ જોઈ વિશ્વના લોકો આશ્ચર્યચકિત.