રાજપીપળા સ્ત્રી અધ્યાપન મંદિરની તાલીમાર્થી અને શિક્ષક ઝોન કક્ષાએ યોગાસન અને ગોળાફેંક સ્પર્ધામાં પ્રથમ

SB KHERGAM
0


રાજપીપળા સ્ત્રી અધ્યાપન મંદિરની તાલીમાર્થી અને શિક્ષક ઝોન કક્ષાએ યોગાસન અને ગોળાફેંક સ્પર્ધામાં પ્રથમ.

દક્ષિણ ગુજરાતના ઝોન કક્ષાના સુરત ખાતે યોજાયેલા રમતોત્સવમાં સ્ત્રી અધ્યાપન મંદિર, રાજપીપલાની તાલીમાર્થી ભૂમિકા નટવર વસાવાએ યોગાસન વિભાગમાં અને શા.કે. શિક્ષક દિલિપ પટેલે ગોળફેંક સ્પર્ધામાં ઝોન કક્ષાએ પ્રથમ ક્રમ હાંસલ કરી પીટીસી કોલેજનું નામ ઉજ્જ્વળ કર્યું હતું. આ પ્રસંગે કોલેજના સ્ટાફ અને આચાર્ય ડો.વિમલ મકવાણાએ વસાવા ભૂમિકા અને દિલિપ પટેલને અભિનંદન પાઠવ્યા હતા. સાથે સાથે રમતોત્સવમાં તાલીમાર્થી રાઠવા કુસુમનો લાંબી કુદમાં તૃતીય જ્યારે અધ્યાપક વિભાગમાં ભાવના ભગતે ગોળફેંકમાં તૃતીય અને મનીષા ગુર્જર ચક્રફેંકમાં તૃતીય સ્થાન મેળવ્યું હતું. જ્યારે રસ્સી ખેંચ સ્પર્ધામાં રાજપીપલાની ટીમનો ત્રીજો નંબર આવ્યો હતો.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top