વાંસદાના ગાંધી મેદાન ખાતે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પતંગોત્સવ યોજાયો.
વાંસદાના ગાંધી મેદાન ખાતે તાલુકાના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વાંસદા તાલુકા પ્રાંત અધિકારી ડી.આઇ પટેલનું પતંગ અને ફીરકીથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ૭૭ જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓને પતંગ અને ફીરકીનું વિતરણ કરી પતંગ સાથે ફુગ્ગાને હવામાં તરતા મૂકી પતંગોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તલના લાડુ અને ચીકી દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓને મો મીઠું કરાવી જીવનમાં પ્રગતિના ઉચ્ચ સોપાનો પ્રાપ્ત કરવા માટે શુભેચ્છા પાઠવી હતી. દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે વાલીઓ તેમજ બીઆરસી કોઓર્ડીનેટર, સી.આર.સી કો-ઓર્ડીનેટર અને સ્પેશિયલ એજ્યુકેટર ઉપસ્થિત રહ્યા હતા.