ક્યારેક માતા તો ક્યારેક ગુરુની ભૂમિકા દ્વારા શિક્ષણ પીરસતા અનોખા ગુરુજી.

SB KHERGAM
0

 


ક્યારેક માતા તો ક્યારેક ગુરુની ભૂમિકા દ્વારા શિક્ષણ પીરસતા અનોખા ગુરુજી.

નિલમ ચમનભાઈ પટેલ મૂળ વતન પાટણ જિલ્લાના બાલીસણા ગામના વતની અને બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં આવેલ શ્રી હરિનગર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

આ  શાળામાં તેઓ ૧૭ વર્ષથી મુખ્ય શિક્ષક  તરીકે ફરજ બજાવે છે. ત્યાં તેઓ શિક્ષણની સાથે બાળકોના વિકાસ માટે  કાર્યો કરી તેઓ સાચા અર્થમાં આદર્શ ગુરુની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ગામના લોકો મજૂરી, પશુપાલન અને કોલસા પડવાના વ્યવસાયમાં જોડાયેલા હોય બાળકો પ્રત્યે ધ્યાન ન આપી શકવાને કારણે બાળકોમાં શિક્ષણનો અભાવ હતો. 

તેઓ છેલ્લા ૧૭ વર્ષથી ગામના લોકોમાં શિક્ષણમાં જાગૃતિ લાવવાના અવનવા પ્રયોગો કરી અનોખા પ્રયાસ દ્વારા  શાળામાં બાળકોની સંખ્યામાં વધારો કર્યો છે. અત્યારે આ શાળામાં ૭૦ બાળકો શિક્ષણ લઈ રહ્યા છે.

નિલમભાઈ પટેલ અનોખા શિક્ષણ આપવાની સાથે સાથે બાળકોના વિકાસ માટે પણ તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ શાળાનાં શિક્ષકો તેમજ મિત્રમંડળ પાસેથી દાન મેળવી બાળકો માટે સ્વેટર, બુટ, મોજા, સ્વચ્છતા કીટ અને શિક્ષણ માટેની અલગ કીટો આપવામાં આવે છે. બાળકોમાં નાનપણથી બચતના ગુણ કેળવાય તે માટે ગલ્લા આપવામાં આવે છે.

આ વિસ્તાર તાલુકાથી 35 કિલોમીટર દૂર હોવાથી બાળકોને તેમજ વાલીઓને જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે આખો દિવસ જતો હોય છે. જેથી આ શાળાના શિક્ષક નિલમભાઈ પટેલ બાળકોને શિક્ષકની સાથે અલગ અલગ પાત્રો ભજવી બાળકોને ઉપયોગી બને છે.  તેઓ બાળકોના વાળ જાતે કાપવા તેમજ શિયાળામાં તેલ માલિશની વ્યવસ્થા કરી તેમના પરિવારના ૧૦૦ થી ૧૫૦ રૂપિયાની બચત કરાવી તેઓ માતાનું પાત્ર ભજવી અનોખું કાર્ય કરી રહ્યા છે.

 તેમણે દિવાલ ઉપર વિવિધ પ્રવૃતિઓ પેન્ટ કરાવી છે. જેમાં અભ્યાસક્રમના મુદ્દાઓનો સમાવેશ થાય છે. જેના દ્વારા બાળકો રિસેસ દરમ્યાન એકબીજા સાથે શિક્ષણ મેળવી શકે છે. આ શિક્ષકની પ્રેરણા લઈને અન્ય શાળાનાં શિક્ષકો પણ બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. તેમણે અવનવા ટી એલ એમ બનાવી બાળકોને આનંદમય રીતે શિક્ષણ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. નિલમભાઈ પટેલને શાળામાં શિક્ષણની સાથે બાળકોના સર્વાંગી વિકાસ માટેના પ્રયત્નોને લઈને તેમને અત્યાર સુધી અનેક એવોર્ડથી સન્માનવામાં આવ્યા છે.


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top