જીપીએસસીની પરીક્ષાને ધ્યાને લઈ વલસાડ એસટી વિભાગ પરીક્ષાર્થીઓ માટે બસો દોડાવશે.

SB KHERGAM
0

 

જીપીએસસીની પરીક્ષાને ધ્યાને લઈ વલસાડ એસટી વિભાગ પરીક્ષાર્થીઓ માટે બસો દોડાવશે.          

ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-૧/૨ અને ગુજરાત નગરપાલિકા મુખ્ય સેવા વર્ગ-૨ (જા.ક્ર.૪૭/૨૦૨૩-૨૪)ની પ્રાથમિક પરીક્ષા તા. ૦૭/૦૧/૨૦૨૪ (રવિવાર)ના રોજ યોજાનાર હોવાથી વલસાડ જિલ્લામાં વલસાડ કેન્દ્રો ખાતે પરીક્ષામાં આવનાર પરીક્ષાર્થીઓની સુવિધાને ધ્યાને લઈ પરીક્ષાર્થીઓ પરીક્ષાના પેટા કેન્દ્રો ખાતે સમયસર પહોંચી શકે તે માટે વલસાડ એસટી વિભાગ દ્વારા વલસાડ રેલ્વે સ્ટેશન થી પરીક્ષા કેંદ્ર સુધી જવા સવારે ૦૮.૦૦ કલાકે અને પરીક્ષા પુર્ણ થયેથી સાંજે ૧૮.૦૦ કલાકે પરીક્ષા કેંદ્રથી પરત આવવા માટે  વલસાડ ડેપો દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે તથા પરીક્ષાર્થીઓ તે બાબતે જેતે કેંદ્ર ઉપરથી અગાઉથી એકસ્ટ્રા સંચાલનની વિગતો પણ મેળવી શકે છે, જેનો પરીક્ષાર્થીઓએ લાભ લેવા વિભાગીય એસટી નિયામકે અખબારી યાદીમાં જણાવ્યું છે. 

બોક્ષ મેટર 

તા. ૭ જાન્યુઆરીના રોજ વલસાડ એસટી દ્વારા દોડાવનારી બસો  

 સવારે ૮.૦૦ કલાકે

  (૧) વલસાડ રેલ્વે સ્ટેશન – ડેપો- કલેકટર કચેરી- હાલર રોડ-તીથલ,

  (૨) વલસાડ રેલ્વે સ્ટેશન – ડેપો- મોગરાવાડી – મહેતવાડ - કસ્તુરબા હોસ્પિટલ, 

  (૩) વલસાડ રેલ્વે સ્ટેશન – ડેપો- અબ્રામા - ધારાનગર – ધરમપુર ચોકડી – જુજવા.

  સાંજે ૧૮.૦૦ કલાકે પરીક્ષા પુર્ણ થયેથી

   (૧)  તીથલ –હાલર રોડ – કલેકટર કચેરી-ડેપો –રેલ્વે સ્ટેશન,

   (૨) કસ્તુરબા હોસ્પિટલ – મહેતવાડ –મોગરાવાડી – ડેપો – રેલ્વે સ્ટેશન, 

   (૩) જુજવા – ધરમપુર ચોકડી-ધારાનગર –અબ્રામા –ડેપો –રેલ્વે સ્ટેશન.   

 માહિતી સ્રોત : માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૪ જાન્યુઆરી        

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top