વલસાડ જિલ્લામાં તા. ૮ જાન્યુ.થી ખેલમહાકુંભ ૨.૦ નો પ્રારંભ, રજિસ્ટ્રેશન કરાવનાર ખેલાડી જ ભાગ લઈ શકશે.

SB KHERGAM
0

 વલસાડ જિલ્લામાં તા. ૮ જાન્યુ.થી ખેલમહાકુંભ ૨.૦ નો પ્રારંભ, રજિસ્ટ્રેશન કરાવનાર ખેલાડી જ ભાગ લઈ શકશે. 

--- શાળા- ગ્રામ્ય કક્ષા, તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાએ તા. ૧૯ ફેબ્રુઆરી સુધી વિવિધ સ્પર્ધાઓ યોજાશે.

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે-૨૦૨૩-૨૪ ખેલ મહાકુંભ ૨.0 માં શાળા/ગ્રામ્ય તાલુકા કક્ષા, તાલુકા કક્ષા, જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશન કરાવનાર ખેલાડીઓ જ ભાગ લઈ શકશે. ખેલાડીઓએ ખેલમહાકુંભ આઈ.ડી. સાથે લઈને આવવાનું રહેશે.

 ખેલમહાકુંભમાં શાળા અને ગ્રામ્યકક્ષાની સ્પર્ધા તા.૦૮/૦૧/૨૦૨૪ થી તા.૦૯/૦૧/૨૦૨૪ ના રોજ જિલ્લાની દરેક પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં યોજાશે. તાલુકા કક્ષાની સ્પર્ધા તા.૧૦/૦૧/૨૦૨૪ થી ૧૯/૦૧/૨૦૨૪ અને જિલ્લા કક્ષાની સ્પર્ધા તા.૨૦/૦૧/૨૦૨૪ થી ૧૯/૦૨/૨૦૨૪ના રોજ યોજાશે. 

બોક્ષ મેટર 

૧. શાળા અને ગ્રામ્યકક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓ

ક્રમ વયજુથ ખેલમહાકુંભ અંતર્ગત રમતો

૧ ૯ વર્ષથી નીચે ૩૦ મી.દોડ અને સ્ટેન્ડીંગ બ્રોડજમ્પ

૨ ૧૧ વર્ષથી નીચે  ૫૦ મી. દોડ અને સ્ટેન્ડીંગ બ્રોડજમ્પ

૩ ૧૪ વર્ષથી નીચે  એથ્લેટીક્સ, વોલીબોલ, ખોખો, કબડ્ડી

૪ ૧૭ વર્ષથી નીચે  એથ્લેટીક્સ, રસ્સાખેંચ, વોલીબોલ, ખોખો,કબડ્ડી

૫ ઓપન એજ (સિનિયર) ગ્રુપ એથ્લેટીક્સ, રસ્સાખેંચ, વોલીબોલ, ખોખો,કબડ્ડી

૬ ૪૦ વર્ષથી ઉપર  રસ્સાખેંચ 

૭ ૬૦ વર્ષથી ઉપર   રસ્સાખેંચ 

૨. તાલુકા કક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓ

ક્રમ વયજુથ ખેલમહાકુંભ અંતર્ગત રમતો

૧ ૧૧ વર્ષથી નીચે  ચેસ  

૨ ૧૪ વર્ષથી નીચે   એથ્લેટીક્સ, ચેસ,  યોગાસન 

૩ ૧૭ વર્ષથી નીચે એથ્લેટીક્સ, ચેસ,  યોગાસન

૪ ઓપન એજ (સિનિયર) ગ્રુપ એથ્લેટીક્સ, ચેસ, યોગાસન

૫ ૪૦ વર્ષથી ઉપર  ચેસ

૬ ૬૦ વર્ષથી ઉપર  ચેસ

૩. જિલ્લા કક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓ

ક્રમ વયજુથ ખેલમહાકુંભ અંતર્ગત રમતો

૧ ૧૧ વર્ષથી નીચે  એથ્લેટીક્સ, સ્વીંમીગ, સ્કેટીંગ, ટેબલ ટેનીસ, લોન ટેનીસ, બેડમિન્ટન

૨ ૧૪ વર્ષથી નીચે 

 સ્વીમીંગ, સ્કેટીંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ, ટેબલટેનીસ, લોનટેનીસ, હેન્ડબોલ, હોકી, ફૂટબોલ, ટેકવેન્ડો, કરાટે, આર્ટીસ્ટીક સ્કેટીંગ

૩ ૧૭ વર્ષથી નીચે  સ્વીમીંગ, સ્કેટીંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ, ટેબલ ટેનીસ, લોન ટેનીસ, હેન્ડબોલ, હોકી, ફૂટબોલ, ટેકવેન્ડો, યોગાસન, કરાટે, રગ્બી

૪ ઓપન એજ 

(સિનિયર) ગ્રુપ સ્વીમીંગ, સ્કેટીંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ, ટેબલ ટેનીસ, લોન ટેનીસ, હેન્ડબોલ, હોકી, ફૂટબોલ, ટેકવેન્ડો, શુટીંગબોલ, કરાટે, યોગાસન, રગ્બી, આર્ટીસ્ટીક સ્કેટીંગ

૫ ૪૦ વર્ષથી ઉપર  બેડમિન્ટન, ટેબલ ટેનીસ, લોન ટેનીસ, સ્વીમીંગ, શુટીંગબોલ

૬ ૬૦ વર્ષથી ઉપર  બેડમિન્ટન, ટેબલ ટેનીસ, લોન ટેનીસ, સ્વીમીંગ.

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૬ જાન્યુઆરી 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top