‘‘સ્વચ્છ યાત્રા, શુભ યાત્રા’’ અંતર્ગત વલસાડ એસટી વિભાગીય કચેરી ખાતે રક્તદાન, વૃક્ષારોપણ અને વોલ પેઈન્ટીંગના ત્રિવિધ કાર્યક્રમ યોજાયા.

SB KHERGAM
0

 

‘‘સ્વચ્છ યાત્રા, શુભ યાત્રા’’ અંતર્ગત વલસાડ એસટી વિભાગીય કચેરી ખાતે રક્તદાન, વૃક્ષારોપણ અને વોલ પેઈન્ટીંગના ત્રિવિધ કાર્યક્રમ યોજાયા.

ગુજરાત રાજ્ય એસટી નિગમના વલસાડ વિભાગ દ્વારા ‘‘સ્વચ્છ યાત્રા, શુભ યાત્રા’’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે પૈકી તા. ૧૦ જાન્યુઆરીના રોજ એસ.ટી. વિભાગીય કચેરી, ધરમપુર રોડ, અબ્રામા ખાતે રક્તદાન શિબિરનું આયોજન સિવિલ હોસ્પિટલ વલસાડના સહયોગથી અને ડો. અમિતભાઈ શાહના નેતૃત્વ હેઠળ તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. રક્તદાતાઓને એસટી વિભાગના અધિકારીઓ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વલસાડ એસટી વિભાગના વિભાગીય નિયામકશ્રી એન એસ પટેલ, એ કે પરમાર, બી ટી પટેલ સહિત અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. રક્તદાન શિબિરમાં ૫૯ બોટલ રક્ત રક્તદાતાઓ તરફથી દાન કરવામાં આવ્યું હતું. 

‘‘સ્વચ્છ યાત્રા, શુભ યાત્રા’’ ઝુંબેશ અંતર્ગત એસટીની વિભાગીય કચેરી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં વિભાગીય કચેરી તથા વિભાગીય યાંત્રાલયના કર્મચારીઓ તથા અધિકારીઓ દ્વારા વિભાગીય કચેરી પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સાથે એસટી વિભાગીય કચેરીને સુશોભન કરવા માટે વોલ પેઇન્ટિંગ પણ કરવામાં આવ્યું હતું. 






માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૦ જાન્યુઆરી 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top