વલસાડ જિલ્લાની માકડબન કેન્દ્ર શાળાની વિદ્યાર્થીની ધ્રુવી કરસનભાઈ ગવળી ઝોન કક્ષાના કલા મહોત્સવમાં દ્વિતિય ક્રમે.

SB KHERGAM
0

 


  વલસાડ જિલ્લાની માકડબન કેન્દ્ર શાળાની વિદ્યાર્થીની ધ્રુવી કરસનભાઈ ગવળી ઝોન કક્ષાના કલા મહોત્સવમાં દ્વિતિય ક્રમે.

"તારીખ 7 ડિસેમ્બર 2023 ના રોજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ ખાતે ઝોન કક્ષાનો કલા મહોત્સવ 2023-24 યોજાયો હતો. 

જેમાં વલસાડ,નવસારી,ડાંગ,તાપી,સુરત,ભરૂચ અને નર્મદા જીલ્લાના સ્પર્ધકોએ ભાગ લીધો હતો.આ સ્પર્ધા પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ તથા ઉચ્ચતર વિભાગમાં બાળકવિ, ચિત્રસ્પર્ધા, સંગીત ગાયન અને સંગીતવાદન એમ 4 વિભાગમાં યોજાઈ હતી. જેમા સ્પર્ધકે G20 આધારિત તથા વસુદેવ કુટુંબકમ અને "ONE NATION,ONE FAMILY AND ONE FUTURE" થીમ આધારિત રચના કરવાની હતી. 

જેમાં ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં માકડબન કેન્દ્ર શાળાની વિદ્યાર્થીની ધ્રુવી કરસનભાઈ ગવળીએ બાળકવિ વિભાગમાં ભાગ લઇ પોતાની ઉત્કૃષ્ટ રચના વલસાડ જીલ્લા તરફથી વ્યક્ત કરી સમગ્ર ઝોનમાં દ્વિતિય ક્રમ મેળવી શાળા, ગામ અને જિલ્લાનું નામ રોશન કર્યું છે." આ પ્રસંગે ધ્રુવી કરશનભાઈ ગવળીને શાળાના આચાર્યશ્રી, શાળા સ્ટાફ તથા SMCએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા."

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top