કે.વી.એસ. હાઈસ્કૂલ ખારેલ ખાતે યંગ સાયન્સ લીડર સ્પર્ધા યોજાઈ.

SB KHERGAM
0

   


કે.વી.એસ. હાઈસ્કૂલ ખારેલ ખાતે યંગ સાયન્સ લીડર સ્પર્ધા યોજાઈ.

એલ એન્ડ ટી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અને નાયક ચેરિટેબલ ટ્રસ્ટ અગસ્ત્ય ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન એલ એન્ડ ટી હજીરા તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નવસારીના સંયુકત ઉપક્રમે આયોજિત યંગ સાયન્સ લીડર સ્પર્ધા કે.વી.એસ. હાઈસ્કૂલ ખારેલમાં યોજાઈ હતી. 

૫૦૦૦ હજાર થી વધુ વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન નિહાળ્યું હતું.

જેમાં ડાંગ, નવસારી, સુરત જિલ્લાના બાળકો અને શિક્ષકોએ ભાગ લીધો હતો. ડાંગ જિલ્લાની 53 કૃતિ હતી. તેમાંથી પ્રા. વિભાગની 35 અને માધ્યમિક વિભાગની 18 કૃતિ હતી. 

AMN હેવી એન્જિનિયરિંગ કોમ્પ્લેક્સ, હજીરાના 18 પ્રતિષ્ઠિત જ્યુરીઓની પેનલે ઉત્કૃષ્ટ મોડલ્સનું મૂલ્યાંકન કર્યું હતું.


તેમાંથી પ્રાથમિક વિભાગમાં એકમાત્ર પ્રથમ નંબર પર સાજુપાડા પ્રા. શાળા અને માધ્યમિક વિભાગમા બીલીઆંબા હાઇસ્કૂલની પસંદગી થઈ હતી. 

સાજુપાડા શાળાનો પ્રોજેકટ આધુનિક સુપડીની કૃતિ હતી. ડાંગ જિલ્લા કલેક્ટર એમ.આઈ.પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે ઈનામ વિતરણ કરાયું હતું. વિજેતાઓને 1 લાખના પુરસ્કારો આપવામાં આવ્યા હતા, જેમાં પ્રત્યેક મોડલને 1000/- રૂપિયા દ્વારા સન્માન આવ્યું હતું. જ્યારે

પ્રથમ નંબરની કૃતિને રૂ. 5000નો ચેક, મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી અભિનંદન પાઠવ્યા હતા. બાળકો ચૌધરી પ્રિયાંશબેન, પાડવી સજનાબેન અને માર્ગદર્શક શિક્ષક સહિત તમામે દિવ્યેશને અભિનંદન પાઠવ્યા હતા.

સુરત અને ડાંગના વિદ્યાર્થીઓએ 2 રાત અને 3 દિવસ માટે મફત આવાસ અને ભોજનની વિશેષ સુવિધા આપવામાં આવી હતી.



Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top