ચીખલી તાલુકાની થાલા પ્રાથમિક શાળામાં તમામ બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યાં.
ચીખલી તાલુકાની થાલા પ્રા. શાળાનાં શિક્ષકોએ પોતાના ફાળામાંથી શાળાના તમામ બાળકોને OSWAL કંપનીના 42420 કુલ કિંમતના સ્વેટર આપી બાલ દેવો ભવઃ ઉકિતને સાર્થક કરી.
આ પ્રસંગે ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વિજયભાઈ પટેલ, ચીખલી તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલ શાળાનાં આચાર્ય જીજ્ઞેશભાઈ પટેલ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતાં.ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિજયભાઈ પટેલે બિરદવ્યું છે.