શિક્ષણ અને જીવન ઘડતર : ડૉ. અબ્દુલ કલામનાં મુખે

SB KHERGAM
0

 

         Image source: presidentofindia.gov.in

એક જાણીતી ઘટના છે, ભારતના રાષ્ટ્રપતિ સ્થાને રહી ચૂકેલા અને મહાન વૈજ્ઞાનિક તથા ઉત્તમ ભારતના ઘડવૈયા એવા ડૉ. અબ્દુલ કલામને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારા શ્રેષ્ઠતમ જીવન-ઘડતર માટે તમે કોને જવાબદાર ગણો છો ? 

ત્યારે ડૉ. કલામે જવાબ આપ્યો ‘મારી માતાને’ 

પ્રશ્નકર્તાએ આશ્ચર્યથી પૂછ્યું કે તમારી માતા અભણ હતાં તો પછી તમારા જીવન ઘડતરમાં તે કેવી રીતે ભાગ ભજવી શકે ? 

ત્યારે ડૉ. અબ્દુલ કલામે જવાબ આપ્યો, ‘મારી માતા અભણ હતા એ વાત સાચી, પણ જીવનનું ખરું નીતિ મૂલ્યોનું શિક્ષણ મને તેની પાસેથી મળ્યું છે. જીવનનું ખરું વિજ્ઞાન એ હું તેની પાસેથી શીખ્યો છું. 

તેમણે મને ગણિતના કે વિજ્ઞાનના સિદ્ધાંતો નથી શીખવ્યા, કારણ કે તેઓ નિરક્ષર હતાં, અભણ હતાં પણ જીવન-વિજ્ઞાનના સિદ્ધાંતો શીખવવામાં તેઓ સફળ રહ્યાં છે. 

તેમણે મને હંમેશા શીખવ્યું છે કે, બેટા ! મુશ્કેલીઓથી ન ડરતો, હિંમતથી કામ કરજે, નિઃસ્વાર્થ કર્મ કરજે, પુરુષાર્થથી કદી થાકીશ નહીં, નિષ્ફળતાથી કદી ન ડરીશ, ખંતથી મહેનત કરજે અને હંમેશા પ્રામાણિક રહેજે. જીવનના આ સિદ્ધાંતો એ મને સફળતાનાં શિખરો પાર કરાવ્યાં છે.’

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top