સુરતમાં વિદ્યાર્થીઓ કરી રહ્યા છે પંચર સોલ્યુશન ટ્યુબનો ખતરનાક નશો.

SB KHERGAM
0

 

સુરતમાં વિદ્યાર્થીઓ કરી રહ્યા છે પંચર સોલ્યુશન ટ્યુબનો ખતરનાક નશો.

શહેરમાં ૧૧-૧૨ વર્ષના વિદ્યાર્થીઓ ટાયર સોલ્યુશન ટ્યુબનો નશો કરતા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે.

આ અંગેનો નાગરિકોએ વીડિયો બનાવ્યો હતો.

( સમાચાર સેવા) સુરત, તા.૪  શહેરમાંથી ફરી માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે  આવ્યો છે. શહેરમાં ૧૧-૧૨ વર્ષના ।. વિદ્યાર્થીઓ ટાયર સોલ્યુશન ટ્યુબનો નશો કરતા હોય તેવો કિસ્સો સામે । આવ્યો છે. પાંડેસરાના જાગૃત નાગરિકોએ શંકાસ્પદ વિદ્યાર્થીઓની બેગ તપાસતા આ ચોંકાવનારી બાબત સામે આવી છે. આ અંગેનો નાગરિકોએ વીડિયો બનાવ્યો હતો. માનવામાં આવે છે કે, સોલ્યુશન ચુબના નશાથી દારૂ કરતા પણ વધારે નબ્બાન થાય છે. આ અંગે સ્થાનિકોએ મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યુ છે કે, થોડા એ દિવસથી અમે કેટલાક વિદ્યાર્થીઓને ટ્યુબ સાથે જોતા હતા. આ બાળકો પાસે જો કોઇ હથિયાર હોય અને અમને મારી દે જેના કારણે અમે તેમને કાંઇ કહેતા ન હતા. પરંતુ અમે સોસાયટીના લોકો સાથે હતા ત્યારે તેમને પકડી પાડ્યા છે.

શહેરની પાંડેસરા વિસ્તારની જલારામ સોસાયટીના સ્થાનિક રહેવાસીઓને શંકા ગઇ હતી કે, અમુક બાળકો સોલ્યુશન ટ્યૂબનો નશો કરતા હોઇ શકે છે. આ બાળકો જ્યારે જઇ હોઇ શકે છે. આ બાળકો જ્યારે જઇ તા ત્યારે સ્થાનિબેએ તેમની બેગ ચેક કરી હતી. આ બાળકોની બેગમાંથી સોલ્યુશન ટ્યુબ, નળીઓ અને પ્લાસ્ટિકની થેલીઓ મળી આવી હતી. સ્થાનિકોના દાવા પ્રમાણે આ વિદ્યાર્થીઓ સિગરેટ અને હુક્કાની જેમ આનો નશો કરતા હતા. માનવામાં આવે છે કે, આ ટ્યુબ સોલ્યુશનનો નશો દારૂના નશા કરતા પણ વધારે નુકસાન કરે છે અને તેનો નશો પણ ઘણો જ ચડતો હોય છે.

આ સોલ્યુશન ટ્યુબ કોઇપણ દુકાનોમાંથી સરળતાથી મળી જતી હોય છે. જેના કારણે વિદ્યાર્થીઓ લઇ જાય તો તેમને પૂછવાવાળું કોઇ હોતુ નથી.

____________________________________________


જોક્સ એક્સપ્રેસ


શિક્ષક: બાળકો મહાન વ્યક્તિ તે હોય છે, જે હંમેશા જ બીજાની મદદ કરે, તમે પણ આવા જ બનજો.

વિદ્યાર્થી: સર પેપર તપાસતી વખતે તમે પણ મહાનતા બતાવજો.

--------------------------------------------------------------

સેલ્સમેન: સર, વંદા માટે પાવડર જોઈએ છે?

ચંગુ: ના ભાઈ અમે વંદાને લાડ નથી લડાવતા આજે પાવડર આપીશ તો કાલે પરફયૂમ માગશે!

--------------------------------------------------------------

દાદી ભાગવત ગીતા વાંચતા હતા પૌત્ર: દાદી તમે કઈ પરીક્ષાની તૈયારી કરો છો ?

દાદી (હસતાં-હસતાં) : ફાઇનલ ઇયરની બેટા

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top