ગુજરાત સરકારે ‘ઘોલ’ માછલીને જ ‘સ્ટેટ ફિશ’નો દરજ્જો શા માટે આપ્યો?

SB KHERGAM
0


 ગુજરાત સરકારે ‘ઘોલ’ માછલીને જ ‘સ્ટેટ ફિશ’નો દરજ્જો શા માટે આપ્યો?

ગુજરાતે ઘોલ માછલીને સ્ટેટ ફિશ ઘોષિત કરી છે. અમદાવાદનાં ગ્લોબલ ફિશરીઝ કોન્ફરેન્સ ઈન્ડિયા 2023નાં કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઘોષણા કરી છે. ઘોલ માછલી ભારતમાં મળી આવતી માછલીઓમાંની એક છે. આવું પહેલીવખત નથી થયું જ્યારે કોઈ રાજ્યએ સ્ટેટ ફિશની ઘોષણા કરી હોય, આ પહેલાં મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ સરકારે સ્ટેટ ફિશની ઘોષણા કરી હતી.

પ્રશાંત મહાસાગરમાં મળી આવતી આ માછલી ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતનાં સમુદ્રી વિસ્તારોમાં મળી આવે છે. આર્થિક ધોરણે તેનું ઘણું મહત્વ છે. તેની ગણતરી મોંઘી માછલીઓમાં કરવામાં આવે છે. સ્થાનીક સ્તર પર આ માછલીનું વધારે સેવન કરવામાં આવતું નથી પણ ચીન અને અન્ય દેશોમાં તેની ઘણી માંગ છે.

આ માછલી માત્ર ટેસ્ટ માટે જ નહીં પણ દવા તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. તેના ફ્રોઝન મીટ અને માછલીને

યૂરોપીયન અને મિડલ ઈસ્ટનાં દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. તેનું રાજ્યની અર્થવ્યવસ્થામાં ઘણું નાનું પણ મહત્વનું યોગદાન છે.

ઘોલ માછલીનાં એર બ્લેડરને ચીન, હોન્ગ-કોન્ગ અને અન્ય એશિયાઈ દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. તેની મદદથી દવાઓ બનાવાય છે. એર બ્લેડર માછલીનાં પેટમાં હોય છે. જેને નિકાળીને સુકાવવામાં આવે છે અને તેનાથી દવા બનાવવામાં આવે છે. 

આ માછલીની કિંમત 5 હજાર રૂપિયાથી લઈને 15 હજાર રૂપિયા કિલો સુધીની છે. આ એક માછલીનું વજન આશરે 25 કિલો સુધીનું હોય છે. તેના ડ્રાય એર બ્લેડરની કિંમત તો વધારે હોય છે. એક્સપોર્ટ માર્કેટમાં તેની કિંમત 25 હજાર પ્રતિ કિલો સુધીની હોય છે. 

ગુજરાત સરકારનાં ફિશરીઝ કમિશ્નર નિતિન સાંગવાને કહ્યું કે અનેક પાસાઓનાં આધારે ઘોલ માછલીને સ્ટેટ ફિશ બનાવવાનો નિર્ણય લેવાયો છે. 

Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top