હવે નાગરિકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિશે ફરિયાદ નોંધાવી શકશે: આઈટી મંત્રી

SB KHERGAM
0

 

હવે નાગરિકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિશે ફરિયાદ નોંધાવી શકશે: આઈટી મંત્રી 

નવી દિલ્હી: પીટીઆઇ 

ઈલેક્ટ્રોનિક્સ અને આઈટીના રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (મેઈટી) એક પ્લેટફોર્મ વિકસાવશે જેના પર યુઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મદ્વારા આઈટી નિયમોના ભંગ વિશે મંત્રાલયને સૂચના આપી શકશે.

“મેઈટી વપરાશકર્તાઓને આઈટી નિયમોના ભંગ વિશે તેને ખૂબ જ સરળતાથી સૂચિત કરવામાં મદદ કરશે અને એફઆઈઆર દાખલ કરવામાં મદદ કરશે', એમ મંત્રીએ કહ્યું હતું.

સરકાર માટે તે સ્વીકાર્ય છે જો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તે સામગ્રીને હટાવવાના બદલે તેના પર ડીપફેકનું લેબલ લગાવે. મંત્રાલય એક અધિકારીને નિયુક્ત કરશે જે આઈટી નિયમોના નિયમ 7ને લાગુ કરવા અંગે કામ કરશે, એમ તેમણે ઉમેર્યું હતું. મેઈટી એક એવું પ્લેટફોર્મ મૂકશે જેના પર નારાજ થયેલા લોકો સહેલાઈથી ભંગ અંગે મંત્રાલયને જાણ કરી શકશે. સાથે જ એક પદ્ધતિ વિકસીત કરાશે જે એફઆઈઆર દાખલ કરવામાં મદદ કરશે.

તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથેની બેઠક બાદ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. ચંદ્રશેખરે કહ્યું, “આજથી આઈટી નિયમોના ભંગ માટે ઝીરો ટોલરન્સ છે.” એફઆઈઆર મધ્યસ્થી સામે નોંધવામાં આવશે અને જો તેઓ વિગતો જાહેર કરે છે કે સામગ્રી ક્યાંથી આવી છે, તો પછી સામગ્રી પોસ્ટ કરનાર સંસ્થા સામે એફઆઈઆર દાખલ કરવામાં આવશે, એમ મંત્રીએ કહ્યું હતું. તેમણે કહ્યું કે, આઈટી નિયમો મુજબ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને તેમના ઉપયોગની શરતોને આ મુજબ સુધારવા માટે સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે.

પોસ્ટ શેર કરનાર સામે FIR થશે.

ચંદ્રશેખરે વધુમાં ઉમેર્યુ હતું કે પોસ્ટ શેર કરનાર વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાશે અને જો તેઓ આ ખુલાસો કરે કે આ પોસ્ટ ક્યાંથી આવી છે તો તેની સામે કેસ દાખલ કરાશે જેણે તે કન્ટેન્ટ પોસ્ટ કર્યુ હોય. મંત્રીએ કહ્યું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને પોતાની ઉપયોગની શરતોને આઇટી કાયદાને અનુરૂપ બનાવવા માટે સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે. 

ડીપફેકના નિર્માણ-પ્રસાર સામે દંડ.


કેન્દ્ર સરકારે ડીપફેકને ગંભીરતાથી લીધું છે. સરકારે કહ્યું હતું કે ડીપફેકના નિર્માણ અને તેના પ્રસાર કરવા સામે કસૂરવારને એક લાખ રૂપિયાનો દંડ અને ત્રણ વર્ષની જેલની સજાની આકરી જોગવાઇ કરવામાં આવી છે. રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે સરકાર ડિજિટલ ક્ષેત્રે ભારતીયોની સુરક્ષા અને વિશ્વાસ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. 

૨૪ કલાકમાં કાર્યવાહી કરવી પડશે.


કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને ડીપફેક અને મિસઇ ન્ફરમેસન વિરુદ્ધ સખ્તાઇપૂર્વક ક્રેકડાઉન કરવાના આદેશ આપ્યા છે. બેઠકમાં સોશિયલ મીડિયા કંપનીઓને જણાવાયું છે કે તેમને નિયમ ભંગના કેસમાં ૨૬ કલાકમાં અને ડીપફેક સાથે જોડાયેલા કેસોમાં ૨૪ કલાકની અંદર કાર્યવાહી કરવી પડશે. કંપનીઓને કહેવાયું હતું કે ડીપફેક જેવું કન્ટેન્ટ અને મિસઇ ન્ફરમેશનને પ્લેટફોર્મ પરથી જલદી હટાવી દેવાની જવાબદારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top